પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

३२० ३२० ધમમાં જડતા આવે ત્યારે પ્રચંડ તપશ્ચર્યા નાનાભાઈ (આકાલાવાળા)એ ઉપવાસ વિષે અકળામણ બતાવી. તમે આમ તમને ચાહનારાઓને પીડા છે. એમાં દબાણ અવશ્ય છે. મંદિરપ્રવેશમાં પણ દબાણ રહેલું છે.” એમને લંબાણથી લખાવ્યું : & પહેલું તો અપાસાહેબ વિષે. અસ્પૃશ્યોની સેવા એ જ્યાં હોય ત્યાં કરવી જોઈ એ, અને જે અસ્પૃશ્ય ન હોય એને પરાણે અસ્પૃશ્ય બનાવાય એના સાક્ષી અસ્પૃશ્યના સેવકો ન થઈ શકે. અપાની આ બાબતની તપશ્ચર્યા આજકાલની નહાતી, અને પ્રશ્ન અમુક કામને બદલે અમુક આપા એ નહોતા, પણ અમુક ધર્મથી વિમુખ ન રહેવાના હતા. આમાં આથી વધારે હું ન ઊતરી શકુ'. પણ અમ્પાસાહેબના કે મારા પગલાની યોગ્યતા વિષે મને એક ક્ષણને સારુ પણ શંકા નહોતી થઈ અને થઈ ગયા પછી પણ કશી શંકા નથી. - “ હવે મંદિરપ્રવેશ વિષે. ટ્રસ્ટીઓ પોતાની મર્યાદાની બહાર જઈને કાંઈ કરે તો એ ગેરકાયદે જ થયું. આ હિલચાલ સ્ટીની પાસે એક પણ પગલું ગેરકાયદે કરાવવાની નથી. પણ જે સમાજના તે ટ્રસ્ટી છે, તે સમાજ ઇચ્છે તો કાયદાની અનુકુળતા મેળવી લેવાનો તેમના ધર્મ થઈ પડે છે. જે સમાજ પ્રતિકૂળ હોય તો ત્યાં ઉપવાસ ત્રાગાનું રૂપ ધારણ કરે અને આ ઉપવાસ એવો નથી થવાને એમ સિદ્ધ કરવાને સારુ મત લેવાઈ રહ્યા છે. જે બહુમતી પ્રવેશ વિરુદ્ધ હશે તો એ નિમિત્તે ઉપવાસ નહીં થાય. એવી સ્થિતિમાં બીજા સૂક્ષ્મ ધર્મો ઉત્પન્ન થશે. એની ચર્ચા અત્યારે અનાવશ્યક છે. સંપ્રદાયનું મંદિર હોય તેમાં ઈતર સંપ્રદાયના માણસે જઈ શકે એવો આગ્રહ ન હોય, પણ તે તે સંપ્રદાયના હરિજનને તે તે મંદિરમાં દાખલ થવાને અધિકાર હોવા જોઈએ. ગુરુવાયુરને વિષે આવા પ્રશ્ન ઊભો થતો જ નથી. ઉપવાસની આખી કલ્પના કેવળ આધ્યામિક છે. એના વિના આપણી જડતા દૂર ન થઈ શકે. હમેશાં જ્યારે જ્યારે ધર્મમાં જડતા આવી ગઈ છે ત્યારે ત્યારે અત્યંત ભાવનાવાળા લોકોએ પ્રચંડ તપશ્ચર્યા કરી છે. તે વિના ધર્મજાગૃતિ ન જ થઈ શકે. જો કોઈ અલોપ થઈ જઈને જગલમાં બેસી અનશન વ્રત લે તો તેની સામે કાંઈ કહેવાપણું નહીં રહે. મોહને વશ થઈને કાઈ એવું પગલું ભરે તો એ મૂર્ખતામાં ખપે એ જુદી વાત છે. પણ જ્ઞાનપૂર્વક એવું કાઈ કરે તો એ પગલું નિરપવાદ કહેવાશે. મારા જેવા સારુ એથી હળવું પગલું અત્યારે તો ચાગ્ય ગણાય. “ હળવું’ એટલા સારુ કે મારું અનશન બિનશરતી નથી. અમુક શરતનું પાલન થાય તો એ ઉપવાસ અટકે. શરત કરવામાં વિવેક