પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અસ્પૃશ્ય અને દુશ્મન નથી બનાવવા ૩૩ વર્ણન એક સરખું થઈ જ ન શકે. પાણીને જ્ઞાન હોય તો પાણીનાં પ્રત્યેક ખાબોચિયાં તારા જેવા જ સવાલ પૂછે. તેમાંથી કોઈ શુદ્ધ પાણીના ગુણ વર્ણવીને બધા સાથીઓને શુદ્ધ થવા વીનવે. બરાબર આમ શુદ્ધાત્માને જાણનાર શ્રીકૃષ્ણ કર્યું. અાત્માના ગુણો જાણી એના જેવા થવાનો પ્રયત્ન કર જોઈ એ. જો તું પૂછે કે આમાં અશુદ્ધ કેમ થાય, તો તે હું નથી જાણતો. તે જાણવાની જરૂર પણ નથી. અશુદ્ધિ છે, શુદ્ધના ગુણ કેવા અને અશુદ્ધિ કેમ નીકળે એટલું આપણે જાણીએ છીએ. એ આપણા કામને સારુ અસ હાવું જોઈએ. તારા પ્રશ્નનો જવાબ ન મળ્યો હોય તો વળી પૂછ. પૂનાના શ્રી દિકર અને બીજા શાસ્ત્રીઓને : ૮% અસ્પૃશ્યો મંદિરમાં નથી જવું એમ કહે છે એ આપણે માટે દુ:ખ અને શરમની વાત છે, ખુશી થવાની વાત નથી. મનુષ્યમાત્રમાં થોડી ઘણી ભક્તિ રહી છે એટલે કાઈ ને કાઈ રીતે એ ભગવાનની ઉપાસના કરી લે છે. એ લોકોને આપણે સમજાવ્યું છે કે તમે ન જઈ શકે. એમને ડરાવી મૂકયા છે કે ફલાણે ઠેકાણે અંત્યજે પ્રવેશ કર્યો એટલે માર્યો, એથી એ ડરે છે. આપણું કર્તવ્ય છે કે એને ખેંચીને લાવવા. પણ એ ન કરીએ તો મંદિર ખાલી તા નાખીએ, પછી ભલે આવે કે ન આવે. સનાતનીઓની આંખ બંધ થઈ ગઈ છે. આટલો વિરોધ કરે છે એને લીધે જેને મંદિરમાં નથી જવું તેને પણ જવાનું મન થશે, આગ્રહ કરશે, હઠ કરશે, અધિકાર ઠરાવશે અને જે રાજકીય પ્રશ્ન નથી તેને રાજકીય પ્રશ્ન કરશે અને તેનું પ્રતિપાદન કરવાને માટે બળાત્કાર કરશે. આમાંથી હિંદુ ધર્મને હું બચાવી લેવા માગું છું. એટલે જ કહું છું કે આજે મંદિરો ખેલાય તેટલાં ખેલી નાખવાં અને પછી કેળવણી વગેરેને માટે એમની અંદર ફરવું. એટલું ન કરીએ તો આપણી વચ્ચે મુસલમાનો કરતાં વધારે ઘેર યુદ્ધ ચાલવાનું છે. આપણે કહેલું કે પાયખાનાં સાફ કરશું. ભલે કરીએ. પણ આપણામાંથી ચોથા ભાગના લાક મરી જાય તો કેટલી હાનિ થાય ? વાત તો એ છે કે એ મરવાના નથી, દુશ્મન થવાના છે, અને માણસ દુષ્ટ બને તો શું ન કરે ? કૂવામાં ઝેર નાખશે તો તમે શું કરશો ? આ વસ્તુ હું શી રીતે સમજાવું ? એ કહું તોયે આગ સળગે. હમણાં મે નાશિકના કાલારામને માટે સત્યાગ્રહ કરતાં રીકળ્યા. એ હજી રાકથી રોકાય એવી દશામાં છે, પણ પછી કામ હાથમાંથી ચાલ્યું જવાનું છે. આજે સનાતનીઓના ત્રણ ભાગ છે. કેટલાક ભોળા લેક છે, કેટલાક સ્વાથી છે, કેટલાક સરકારી લેક છે. જે ભેળાને સમજાવીએ તો બીજા સમજશે. જે સૂતા છે તેને જગાડી શકાશે. પણ જાણી જોઈ ને આંખ મીચી છે તેવા સ્વાથીને ન જગાડાય.