પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૨૪ : આપણે જગતમાં કેમ નિરા બન્યા?

  • લેકામાં ઘર્ષણ પેદા થાય એ વાંધાને વિષે તો એટલું જ કહેવાનું કે ઘર્ષણ થવાનું જ છે. જે કર્તવ્ય છે તેના પાલનમાં કોઈને દુ:ખ થશે તો તે દુ:ખ આચ્ચે જ છૂટકે છે.

k* હવે હું કલકની વાત કરું છું તેની સમજાત આપું. તુલસીદાસ પેાતાને વિષે અધમતાનાં વચન વાપરે છે તે આપણને ગમે છે. પણ કાઈ કહું તો ગમે ? | તેમ જ આજે આપણે આપણા દોષનું દર્શન કરીએ તો જ બીજા જે દોષ કાઢનારા છે તે બંધ થશે. હું આજે એટલા સખત શબ્દોમાં આ કલકને વખોડુ છું કે ખ્રિસ્તીએાએ પણ એટલી સખત ભાષા વાપરી નથી. ખ્રિસ્તીઓ અને બીજા ટીકા કરતા હતા ત્યાં સુધી તો આપણને આપણા કલ કની ખબર નહોતી. એટલે આપણે જગતની આગળ નિંદ્ય બનીએ છીએ. જ્યારે આપણને આપણા દોષનું ભાન છે એમ જગત જાણે ત્યારે આપણે નિધ ઓછી બનીએ છીએ પણ હુમલાને લાયક વધારે બનીએ છીએ.” હરિભાઉ — પણ આપણે વારંવાર એ કહ્યાં કરીએ ? એમાં તો આપણે આપણા બાપદાદાને વગાવીએ છીએ. બાપુ – ના, બાપદાદાને તે કાંઈક કારણ હતું. આપણને કશું કારણ નથી છતાં એ પાપને વળગી રહ્યા છીએ. એક કાળે ધ્રુવપ્રદેશ આગળ રહેનારા માણસેને નાહવાની મનાઈ હતી તે આજ સુધી ચાલી આવે અને તેને વળગી રહીએ તો આપણે બેવકુફ કહેવાઈ એ -- વેવારતા: શબ્દને લાયક થઈ એ. સ૦ - ‘હિંદુ ધર્મને માથે કલંક નો અર્થ ? . બાપુ - મેં જવાબ આપ્યા છે. જ્યારે અસ્પૃશ્યતા શરૂ થઈ ત્યારે એને માટે કાંઈક પણ કારણ કદાચ હોય. આજે તો એ નરી મૂર્ખાઈ છે, માનવતાના હરકોઈ સિદ્ધાંતની વિરુદ્ધ છે. દિવેકર શાસ્ત્રી - અમે એ જ કહીએ છીએ. નીતિતત્ત્વ, તત્ત્વજ્ઞાન, અને આચાર - આ ત્રણ ધર્મનાં અંગ છે. પહેલાં બે સનાતન છે પણ આચાર કાળાનુસાર બદલાય છે. માટે જ આ આચાર આજે ન ચાલે એમ અમે કહીએ છીએ. એટલે યુગહાસાનુરૂપ ધર્મની જરૂર છે. જ્યારે અમારા સનાતની શાસ્ત્રીઓ તો શ્રતિ-સ્મૃતિ-પુરાણ વગેરે તમામને અપૌરુષેય જ કરાવે છે. વૈદિક વિધિ કહ્યા એટલે એનું ફળ આવું જ એમ માને છે. અમારા જડાએ કહે છે કે ત્રણ વખત માટીથી સાફ થવાનું હોય તો બે વખત માટી લગાડીએ તે પાપ લાગે અને ચાર વખત માટી લગાડીએ તોપણ પાપ લાગે ! નરક્રમાં જવાય ! ભિન્ન ભિન્ન કાળની સ્મૃતિ અપૌરુષેય