પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સનાતનીઓના વિરોધમાં નીતિ નથી, ધર્મ નથી ૩૨૫ શી રીતે હોય ? શ્રુતિઃ શ્રુતિ: કલાવાર: વણ જ પ્રિયમાનમ: એ વસ્તુનું રહસ્ય જ નથી સમજતા. શ્રીધરશાસ્ત્રી પાઠકે વેદ વાંચીને ભારે સરસ અર્થ કાઢવ્યો છે. એ કહે છે કે દેવાલયપ્રવેશ એ ધર્મના પ્રશ્ન જ નથી. કારણ વેદ-ઉપનિષદ કાળમાં તા. મંદિરા જ નહોતાં. મંદિર એ આજની ઉત્પત્તિ છે, એટલે એ કેવળ દેશકાળનો જ પ્રશ્ન છે. આ દૃષ્ટિ સરસ મળી - આટલા વૃદ્ધ શાસ્ત્રી પાસેથી. - બાપુ – સનાતની એાના વિરોધથી ડરવાનું જ નથી. એ ક્ષણિક જ છે. કારણ એમાં નીતિ નથી, ધર્મ નથી, વ્યવહાર નથી; એટલે એના આપોઆપ નાશ છે. લાખો લોકોમાં જાગૃતિ આવી છે તે સારી છે, એ લોકો તરત સમજી જશે જ. સવ –– આજે તમે વર્ણસંકર ઈચ્છો છો? બાપુ -આજે વણ કયાં છે? આશ્રમ કયાં છે?

  • ટાઈમ્સ ના મેફરે આયે. સામાજિક, ધાર્મિક અને રાજદ્વારી બાબતમાં ઉપવાસની પદ્ધતિ વખોડી કાઢનારા ઠરાવની વાત કરી. મંદિરપ્રવેશને ઠરાવ ૩૩૪ વિ૦ ૨૭૯ થી પસાર થશે એમ કહ્યું.

| બાપુ – મારે હમણાં ખાસ કાંઈ કહેવાનું હોય એમ લાગતું નથી. હું ધારું છું કૂવાની વાત હમણાં રહેવા દેવી જોઈ એ. હું કાંઈકે કહી શકુ એમ હોઉં તો ઉપવાસ વિષે કહું. એ વિષે તમે પૂછો. સ ૦ -- સમાજ ઉપર તમારા વિચારો આ ઉપવાસની વાતથી તમે ઠેકી બેસાડે છે એ આક્ષેપ વિષે તમે શું કહો છો? બાપુ – એનો જવાબ આપતાં મારા ઉપવાસ વિષે થયેલા ઠરાવની જે વાત તમે કહી તેનો જવાબ પણ આવી જશે. શ્રી જમનાદાસ મહેતાએ જે ટીકાઓ કરી તે કરવાને એમને પૂર્ણ અધિકાર છે. પણ એમના આક્ષેપે હું સ્વીકારી શકતા નથી. મારા વિચારો કેાઈના પણ ઉપર લાદવાનો મેં કદી પ્રયત્ન કર્યો જ નથી. મારા નિકટના સાથીઓ ઉપર પણ મેં મારા વિચારો કદી લાદ્યા નથી. પણ બન્યું છે એવું કે હિમાલય જેવડી ભૂલે કર્યાનું કબૂલ કર્યા છતાં ઘણી બાબતોમાં મારો અભિપ્રાય સાચો પડેલો છે. મારે માટે આ અસ્પૃશ્યતાનો પ્રશ્ન ચાલીસ વરસ જqને છે. ત્યારથી એની સામેના વિરોધ હું સહન કરતા આવ્યા છું. બહારના લોકોએ જ નહીં પણ મારા કુટુંબનાં માણસોએ — મેટાઓએ તેમ જ નાનાએાએ – વિરોધ કરેલ છે. પણ પિસ્તાળીસ વરસથી જે વિચારો હું ધરાવતો આવ્યો છું અને અમલમાં પણ મૂકતો આવ્યો છું તે આજે સામાન્યપણે સ્વીકારાઈ ચૂકયા છે. આજે મારા