પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

જિજ્ઞાસુ અને મુમુક્ષની દૃષ્ટિએ વેદાદિનો અભ્યાસ | ૪ર૭ માધવન નાયર જેએ મતગણતરી કમિટીના ચૅરમૅન છે એ આખા કેરલમાં સન્માન પામેલા એક જાણીતા વકીલ છે. આખી કમિટીને રાજાજી મદદ કરી રહ્યા છે. તેઓ ત્યાં રહીને બધા કામ ઉપર દેખરેખ રાખે છે. આ માણસે એવા નથી કે જરાય ખોટું ચાલવા દે. કાર્યકર્તાઓએ કઈ વાંધાભરેલી રીત અખત્યાર કરી હોય તો તેના દાખલા આ લોકેાના ધ્યાન ઉપર લાવવાની કામારિનની ફરજ છે. આ પ્રશ્ન શુદ્ધ નૈતિક અને ધાર્મિક છે. તેમાં પક્ષાપક્ષીને અથવા તો રાગદ્વેષને જરાય અવકાશ ન હોય. સનાતનીઓ તેમ જ સુધારકો જો હળીમળીને કામ કરશે તો સત્ય તારવી શકશે. હું ફરી વાર એ વસ્તુની ખાતરી આપું કે લેકમતની બાબતમાં હું ભૂલ્યો છું એમ મને જણાતાંવેત હું ઉપવાસની વાત છેડી દઈશ. હું. કેવળ સત્યની જ ઉપાસના કરવા ઈચ્છું છું. તે સિવાય મારા બીજો કશો હેતુ નથી. એક સ્વદેશી કાપડના ગુજરાતી વેપારી શાસ્ત્રી સાથે : સવ - કલડો થાય એવા મંદિર પ્રવેશનો સવાલ કેમ ઉઠાવ્યો છે ? ગુરુવાયુરની માલિકી વિષેની આટલી ધાંધલ કેમ ઉઠાવી છે ? તમે તે કહ્યું છે કે હું શાસ્ત્રી નથી ત્યારે તમે શાસ્ત્રીઓની કમિટી મેળવીને તેમને નિર્ણય લઈને ઉપવાસનું બહાર પાડયું હોત તો સારું નહોતું ? બાપુ ધારાસભામાં જગ્યાઓ આપવા વિષે ઉપાડયું ત્યારે મંદિર વિષે પણ હતું. મેં તો કરાર કરનારાઓને કહેલું કે તમે આજે અસ્પૃશ્યતા દૂર કરવાની પ્રતિજ્ઞા કરી છે. એટલે તે જ દિવસે આ વસ્તુને પાયે નંખાયા. કેલપ્પનની મરણપથારી એ જ અરસામાં. એની ભૂલ. એના ઉપવાસ બંધ કરવાનું મેં કહેલું. એને આપેલું વચન. એને પ્રયતન ગુરુવાયુરને માટે હતો. હું બીજાં મંદિર કેમ ભેળવું ? મારી પાસે બીજા મંદિર ભેળવવાની માગણી થાય છે. બીજા ઉપવાસ કરવાની પણ માગણી કરે છે. હું તેમને કહું છું કે તમે શાંત થાઓ, આ એક વસ્તુ પૂરી થાય પછી બીજું જોશું. આ તો ક્રમબદ્ધ કામ થયું છે. ધમ જેમ માર્ગ બતાવતા જાય તેમ કામ કરતા જવું જોઈએ. હવે તમે શાસ્ત્રનું પૂછો છે. મેં કહ્યું છે કે શાસ્ત્રીની દૃષ્ટિએ વેદાદિને અભ્યાસ મેં નથી કર્યો, પણ જિજ્ઞાસુ અને મુમુક્ષની દૃષ્ટિએ અભ્યાસ કર્યો, અને વાંચ્યું તેટલું અનુભવે સિદ્ધ કર્યું. મેં વાં, વિચાર્યું, અને બરાબર લાગ્યું તેને અમલ કર્યો. એટલે અમલની કોટીએ ચડેલી વસ્તુનો અમલ કરતાં સંકોચ ન હોવા જોઈ એ. હિંદુ ધર્મમાં મુમુક્ષ થઈ ગયા છે તેણે એ જ કર્યું. પણ તેથી હું શાસ્ત્રીઓની સાથે વાદ નથી કરી શકતા. એ મને