પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

છેડે તે અંત્યજવાસમાં જાઉં* શું ? ” ફરીને બેડા પછી તુરત જ વાઈસરોયના ખાનગી મંત્રીને તાર લખાવ્યું કે ““ સરકારની જાડુંરાત વાંચી. એમાં નાહકના જાહેર ખર્ચ, તકલીફ અને મને નાહકની ચિંતા કરાવવા કરતાં મને અહીંથી ન ખસેડશે કારણ કે હું મારી હિલચાલ ઉપર અંકુશ મૂકનારી એક શરત સ્વીકારવાનો નથી.” બાપુ કહે : ૧૮ આટલી હલકાઈની ધારણા રાખી નહોતી. આ તો અક૯ય વસ્તુ કહેવાય. પણ ઠીક છે, જે કરે છે તેમાં આપણે ખાવાપણું નથી. આ તાર ગયા છતાં પણ મને કાઢશે તો પહેલે જ દિવસે એ હુકમનો અનાદર કરીને ચાલી નીકળશું. કાલે રા. બ. ગાવિંદલાલને ત્યાં જવાની વાત કરતા હતા, ત્યાં મને થતું હતું કે અંત્યજવાડામાં શા માટે ન જવું ? પણ હિંમત નહોતી થતી. હવે હિમત થઈ ગઈ. બસ, ત્યાં જઈને જ મરવું એ સરસ છે. ઈશ્વર મને જોઈ એ એટલી શક્તિ આપી દે છે. એ ચાલી નીકળવું એ વળી જુદી દાંડીકૂચ થશે. સી. પી.એ તો આ બધું જોઈને રાજીનામું આપવું જોઈતું હતું. એને શું ખાવાપણું છે ? પણ બસ આપણા લેાકામાં ક્યાં એ વસ્તુ છે ? ” વલ્લભભાઈ કહે : આવા હાઈટ હૈલની પાસે આ લિબરલા હક્કો માગવાને માટે જવાના છે !” પછી અંત્યજ નેતાએાના અને મુંબઈના નારાયણરાવ દેસાઈના આવેલા કાગળા અને તારાના જવાબ અપાવ્યું. એ જવાબા ઉપર બહુ ચર્ચા ચાલી. વલ્લભભાઈએ વાંધો લીધો કે ““ જ્યારે આને જવાબ આપે છે ત્યારે પુરુષોત્તમદાસને શા સારુ ન આપે ? એને ખાટું ન લાગે ?” બાપુ કહે : “ પુરુષોત્તમદાસને એટલું જ લખેલે ન ચાલે. બીજું ઘણું લખવું પડે.” વલ્લભભાઈ : ૬% આ લોકોને આટલું લખે તો પુરુષોત્તમદાસને વધારે શા સારુ ? ” બાપુ : ** કારણ એની પાસેથી વધારે આશા રાખું છું.” પછી લાંબી ચર્ચા ચાલી. આખરે એમાંથી એક કાગળ ન મોકલવાનું પારખી આવીને વાઇસરૉયના ખાનગી મંત્રીના તાર ઉપર બાપુની સહી નથી, બાપુની સહીવાળા તાર ડોઈલ માગે છે, એમ કહીને સહી લઈ ગયા.