પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૨૮ : - વૈદ્ય થવા આવે તે દવા બતાવે શોભે નહીં, મે કાંઈ ઉપાધિ નથી લીધી, એટલે એ તે નાને મેઢે માટી વાત થાય. તમને વિશ્વાસ હોય કે હું પાખંડ નથી કરતો તો મારી ભૂલ જેવાની અને સુધારવાની શક્તિનો વિશ્વાસ રાખીને મારી ભૂલ સુધારો. તમે આવ્યા પહેલાં બે શાસ્ત્રીઓ જ બેઠા હતા. મને પંઢરપુરના શાસ્ત્રીઓ કહેવા લાગ્યા કે તું શરત કરે તે શરતે તને સમજાવીએ. મેં કહ્યું તમે વૈદ છે, તમે વૈદ તરીકે દવા આપે. વૈદ દરદીને થાડા પૂછે ? અહીં તો મને દરદ પણ નથી. વૈદ કહે છે કે દરદ છે, તો તો તે જ દવા બતાવે ને ? - શાસ્ત્રી - અસ્પૃશ્યોની સંખ્યા વિષે મતભેદ છે. આપે એટલું જ જોવાનું છે કે અનશન કરીને જેને આપ ધમ માને છે તે ન ઠસાવાય. શાસ્રાએ તો કહ્યું છે કે પરિષદ જ પરિવર્તન કરી શકે છે. સનાતન હિ દુના શાસ્ત્રમાં તમે જે ધર્મ માને છે તે છે કે મંદિરમાં અસ્પૃસ્યાએ જવું જોઈ એ? બાપુ - હા, હું જાણું છું કે એ શાસ્ત્રમાં છે. શાસ્ત્રી– શાસ્ત્રાએ અત્યને વિષે જે વ્યવસ્થા કરી છે તેને વિષે કહ્યું છે કે એને મંદિરમાં જઈને જ ઉદ્ધાર થવાનો છે ? . બાપુ - ના, કબૂલ – શાસ્ત્રી – ત્યારે તમે આ ધાંધલ શા સારુ મચાવી ? બાપુ - તમે તો પગથિયું જ ખાટું લીધું - અચકોને મોર્ચવા જ્ઞ એ વાત નથી. મેં તો કહ્યું કે મંદિરનાં દ્વાર ખોલવામાં આવે, અંત્યજ આવે' કે ન આવે. આમાં બે વાત છે. હું તો આ અંત્યજેતરા તરફથી સાફ કરાવવા માગું છું કે મંદિર એ મંદિર નથી જ્યાં સુધી અંત્યજે ન આવે, માટે એ ઉઘાડવું. અંત્યજેતરે પોતાના ધર્મનું પાલન કરવું એ માટે પ્રયાસ છે. શાસ્ત્રી — બાર બંધ રાખ્યું છે ત્યાં સુધી અધમ છે, એ વ્યાખ્યા માટે કાંઈ આધાર છે ? બાપુ – હા. શાસ્ત્રી - અંત્યજોને માટે ગુરુવાયુરનું દ્વાર કોઈ કાળે ખુલ્લું હતું ? બાપુ - એને ઈતિહાસ કોઈની પાસે નથી. આ જમાનાના માણસે કહે છે ખરા કે એનાં દ્વાર અંત્યજો માટે ખૂલ્યાં નથી. એ મંદિરના આરંભ કાળની વાત આપણે જાણતા નથી. પણ એટલા જ સારુ મેં તો સામાન્ય સિદ્ધાંતને અવલંબીને કહ્યું કે જે મદિર હિંદુ સમાજને માટે છે તો એ અંત્યજેને માટે ખુલ્લું હોવું જોઈએ.