પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અમ્પાસાહેબે કેસ સંપૂર્ણ રીતે રજૂ કર્યો હતેા ૩૩૧ બાપુ તમે તે ગીતાની ભૂ ડી પ્રસ્તાવના આપી. આ વાત મારાથી સાંભળી પણ ન જાય. તમે જે પદ્ધતિથી વાત કરી છે તે પણ ગીતાનું ખંડન કરે છે. ગીતાની પદ્ધતિનું પણ ખંડન થાય છે. પાસાહેબના કાગળ કાલે સાંજે આવ્યા. સંપૂર્ણ કાગળ છે. એમાંથી સમજાયું કે ડૉઈ લે જે વાત કરી હતી તે બધી ૨ ૩–૨–' રૂ ૨ ખાટી હતી. અપ્પાએ પોતાની અરજીમાં આખે કેસ એટલી બધી નમ્રતાથી મૂકયો હતો કે તેની કાઈ ના જ ન પાડી શકે. છેક સપ્ટેમ્બર સુધી એ લેકાએ ભંગીનું કામ કર્યું હતું એ પણ અંદર લખેલું હતું, અરજીમાં પણ લખેલું હતું. કાગળ વાંચીને બાપુને ડૉઈલને વિષે ભારે નિરાશા અને દુ:ખ થયું અને સવારે ખાનગી અને અંગત કાગળ લખ્યા, એમાં લખ્યું કે તે મને છેતર્યો એનું મને દુ:ખ છે. જે તેં મને છેતર્યો ન હોત તો મેં કાંઈ જુદુ જ પગલું લીધું હોત. કાગળ પહોંચ્યા કે તરત ડેઈલસાહેબ દોડતા આવ્યા. આ ખાનગી કાગળ પણ એણે મહેતા, ભંડારીને બતાવ્યા અને પછી કહ્યું કે : “ સાચે જ આ લોકો ભગીનું કામ કરતા હતા એની મને ખબર નથી. અરજીમાં હોય તો પણ મને ખબર નથી. મેં અરજી બરાબર વાંચી ન હોય.’ અને સુપરિન્ટેન્ડન્ટની પાસે એ વિષે ખુલાસે અને ખરી હકીકત શી છે એ જાણવાને કાગળ લખ્યા. આ બધા છનાં વલભભાઈ ને અને મને તે એમ જ લાગે છે કે ડાઈલસાહેબ જૂ ઠું' એલેલા. બાપુ કહે : “ કાંઈ કહી શકાય નહીં, જેણું આગળ વધારે ખબર પડશે.” સોલાપુર મિલનાં માણસે આવ્યાં. મંદિર પ્રવેશ વિષે પાષાણુકર વગેરે આવી ગયો. | દફતરી (નાગપુરથી ) અને પુરંદરે આવ્યા. એમની સાથે વાતો. શાસ્ત્રીઓની સાથે કેવી વાત કરી તે સમજાવ્યું. “ મારે મારા નાનનું પ્રદર્શન નથી કરવું. પણ શાસ્ત્રોને મેં જે કાંઈ અભ્યાસ કર્યો છે તે ઉપરથી બંધાયેલા મારા વિચારો હું માનું છું કે પૂરેપૂરા તક શુદ્ધ છે. વેદના એકેએક શબ્દ ઈશ્વરપ્રેરિત છે એવું હું માનતા નથી. કારણ છેવટે તો વેદે પણ મનુષ્ય મુખે જ ઉચ્ચારાયેલા છે. વળી આપણી પાસે તો વેહના બહુ થોડા ભાગ જ છે. પછીના ગ્રંથાથી તેમાં પૂર્તિ કરી શકાય. એટલે વેદમાં ન હોય એવી વસ્તુ કહેવાને પણ મારે માટે પૂરતા અવકાશ છે. હું તો મૂળ મુદ્દા ઉપર જાઉં અને કહું કે આખા જગતે સ્વીકારેલા મૂળ સિદ્ધાંતોથી જે વિરુદ્ધ હોય તેને આપણે ત્યાગ કરવો જોઈ એ.