પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

33२ ઈશુને અપનાવો તા અસ્પૃશ્યતા જશે તમે કહો અથવા ગ્રંથામાંથી વચને કાઢી બતાવા એટલે હું ન માની લઉં'. તમારી વાતનું ન્યાયીપણું મારા દિલને તમારે ઠસાવવું જોઈએ. મારો હેતુ અને માન્યતા પ્રામાણિક છે એ તમારે માનવું જોઈએ, અને મને નાસ્તિક કહીને ભાંડવા ન જોઈએ. મંદિરમાં જનારાઓનો મોટો ભાગ, તેના ટ્રસ્ટીઓ તેમ જ પૂજારીએ તેથી જુદા વિચાર ધરાવતા હોય છતાં શાસ્ત્ર અસ્પૃશ્યોને માટે મંદિર પ્રવેશનો નિષેધ કરે છે એમ તમે કહો એ ઘૂંટડો મારે ગળે કેમ ઊતરે ?, “ એમણે કહ્યું કે જુદાં મંદિર બંધાવવામાં પૈસા આપીએ. મેં કહ્યું કે તમે મંદિર બંધાવી આપો નહીં અને મારા તરફ પૈસા ફેકે એ મારે ન જોઈ એ. પછી એ લોકોએ કહ્યું કે અસ્પૃશ્યતા કેવળ જન્મથી જ નથી પણ પેઢી દર પેઢી ચાલી આવે છે અને એનું નિવારણ જ નથી.” - કાંચન અને કામિનીના પરિગ્રહ ઉપર રામચંદ્ર રાવ સાથે વાત કરી : “ સ્ત્રીના પરિગ્રહ - જો તમે કામવાસનાની તૃપ્તિ અર્થે કરતા હો તો એ ભૂંડામાં ભૂંડો પરિગ્રહ છે.” કારા ક્રાય આવી. તેની સાથે એક અસ્પૃસ્ય છોકરી લાવી. બાપુએ તેને મુલાકાતની શરતો સંભળાવી. પછી વાતો ચાલી : ૨૪–૨—૨ ૨ કારા : ‘‘ભગવાનના પુત્ર ઈશુ મારફત અને તેના | બલિદાન મારફત અસ્પૃશ્યતા આંખના પલકારામાં નાબૂદ થઈ જાય. તમે એને અપનાવો તો અસ્પૃશ્યતા રહેવા ન પામે. મેં તો વાઇસરૉય અને ગવર્નરને પણ લખ્યું હતું કે જે મહાત્મા ગાંધી અને સ્વીકારે તો અસ્પૃશ્યતા નાબૂદ થઈ જાય.' બાપુ : “ આ માટે તો મારે તમારી સાથે લાંબી ચર્ચામાં ઊતરવું પડે ને મુલાકાતની જે શરતો મેં સ્વીકારી છે તેમાં એવી ચર્ચા કરવાની છૂટ નથી. આ તે બહુ જૂનો સવાલ છે. દક્ષિણ આફ્રિકામાં ખ્રિસ્તી મિત્રોના સંબંધમાં હું આવેલા, તેમણે મને એ જ વાત કરી હતી. મને ખ્રિસ્તી બનાવવાનો એઓએ બહુ પ્રયત્ન કર્યો. સત્ય વિના બીજુ કશાની ઉપાસના મારે કરવી નથી એટલે તેમની વાત સમજવાનો મે પણ પ્રયત્ન કરેલો. પણ તેઓ નિષ્ફળ ગયા.” કારા : પણ સત્ય તો આપોઆપ તમારી આગળ પ્રગટ થશે. મારા આતમાં તેમ જ તમારા આતમા તેને મન સરખા જ છે. જો તમે એને વહાલા ન હોત તો હું અહીં આવત જ કયાંથી ?”