પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આયસમાજીએાને ૩૩૩ બાપુ: “હા, આવા કાગળા દર અડવાડિયે મારી ઉપર આવે છે.” કારા: “ ભગવાન ઈશુ ખ્રિસ્ત તમને સંપૂર્ણ વિજય અપાવશે. મારે મુશ્કેલીના કેટલાય પહાડ એાળગવાના હતા પણ ઈશુના બલિદાનથી હું એ પાર કરી ગઈ. તમે જે ઈશને માને તે બધા જ સ્પૃશ્ય થઈ જાય. ઈશએ કહ્યું છે કે, તમે મારા ઉપર બધું છોડી દો અને મારી સામે જુએ.’ એના પ્રેમથી બધું જ થઈ જશે. એને પ્રેમ છે. તેથી જ તો ભગવાને પોતાના દીકરાને મોકલ્યા. તમે જે એને સ્વીકાર કરો તે આ જેલમાંથી પણ છૂટા.” બાપુ : “ હું અહીં છું તેનું મને કશું દુ:ખ નથી.” કારા : “ઠીક ત્યારે. મારું અહીં આવવું વાજબી ગણાય તે માટે તમારે મને જે કહેવું હોય તે કહો.” બાપુ: “ તમે અસ્પૃશ્યતાનિવારણ સંધને મળી. એ બાબત મને કાંઈ લખવું હોય તો લખજો.” મુંબઈના આર્યસમાજીએ :

  • અમારી પાસે સર્વે પ્રમાણ છે. નાસ્તિ પંરમો વા:. જે સંકર જાતિઓનું વર્ણન છે એ તો આજે છે જ નહીં.”

બાપુ : “ અસ્પૃશ્યતા કોઈ ધર્મમાં નથી એનો તો તમે જરૂર પ્રચાર કરી શકે છે. પણ જે મંદિરમાં તમે નથી માનતા તે મંદિર પ્રવેશનો પ્રચાર શી રીતે કરી શકે ? મને તો કહેવામાં આવે છે કે તમે આ લોકોને આ પાપધામમાં શા સારુ લઈ જાઓ છો ? એક માણસ કહે છે તમે એને નરકધામમાં લઈ જાઓ છો ! એટલે આપના જેવા મોટા સમાજ – જે ધામક છે - તેણે આ પ્રશ્નમાં હાથ ન ઘાલો જોઈ એ. હાં, એક વાત છે કે આર્યસમાજમાં એક મોટું પરિવર્તન થઈ ગયું છે. અગાઉ ઝેરીલી વાત આવતી હતી, આજે હિંદુ કહેવડાવવામાં આર્ય સમાજએને. અડચણ નથી આવતી. હું તો ઉમેદ રાખીને બેઠા છું કે જે યુગમાં દયાનંદ મહારાજે મદિરાની વિરુદ્ધ લખ્યું તે વેળા તે એગ્ય હતું. જેમ મહમદે કહ્યું કે આ મૂર્તિમાં ખુદા નથી, અને કાબાનો બીજો ઉપયેાગ ક૯. એ ઠીક દષ્ટિ હતી પણ આજે એ ગિરજાઓને તોડે તો ધર્માધતા થાય. આજે એવા ઘેર આક્રમણની મને ચિંતા નથી; તોપણ અંતિમ દૃષ્ટિના સુધારકાને હું રોકી લઉં' છું. કેરલમાં મંદિર પ્રવેશમાં માનવાવાળાઓના મત લેવાય છે. સનાતનીઓ ઉપર કેધ કર્યા વિના શાંતિથી અને વિનયથી એના તરફ વતીશું તો બધું તોફાન એની મેળે શમી જશે. તમારી સેવા વેવસ્ત્ર સંયમ અને વામોરીથી થશે. સનાતનીઓમાં ત્રણ વગ છે – (૧) સરળ વગર :