પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મૌન ભાવી જાય એટલે દિવ્ય સંગીત સંભળાય ૩૩૫ સુચના કરી હતી. એ પછીની બીજી સવારે હું એની પાસે ગયા ત્યારે મને કહ્યું : * આજે મેં નથી સાંભળી ગાડીની સીટી કે નથી સાંભળ્યો ગાડીને ખખડાટ.’ એ બંને ક્રિયાઓ તો ચાલતી જ હતી પણ તેણે એમાંથી ધ્યાન ખેંચી લીધું હતું, અર્થાત મૌન સદી ગયું હતું. પૂભડાંની મારી સૂચનાએ તેને જાગ્રત કરી મેલ્યા, કેમ કે સ્વેચ્છાએ એકાંત અને મૌન શોધનારને એવી કૃત્રિમ મદદ અકારી જ લાગે. જેને મૌન ભાવી ગયું છે એ છેવટે દિવ્ય સંગીત સાંભળતા થઈ જાય છે અને એમાં એટલા બધા પરોવાઈ જાય છે કે આસપાસ જે અવાજ થતા હોય છે તેને નથી સાંભળતા. in “ અમારું બિલાડી કુટુંબ ત્રણનું છે. રોજ ખાવાને વખતે બંને ટંક વગર ઘંટડીએ અને વગર બોલાવ્યે હાજર જ થઈ જાય છે. જે નિયમથી આ ત્રણ ભાંડુડાં વખત જાળવે છે તેવી રીતે આપણે બધાય કરતા થઈ જઈએ તો કરોડો કલાક બચે અને આપણે શીખ્યા તો છીએ જ કે સમય એ ધન છે. એ વાત પણ સાવ સાચી છે એટલે જેઓ વખત બચાવે છે તેઓ ધન બચાવે છે અને બચાવેલું ધન એ મેળવ્યા બરાબર છે. એટલે જેઓને વખતની કિંમત નથી, તેઓ આ જગતનું કેટલું ધન ખાઈ નાખતા હશે એનો હિસાબ કાણ કરી શકે ? 6 અસ્પૃશ્યતાને સારું કામ કરનારની સંખ્યા કત્રિમ રીતે વધે એ હું મુદ્દલ ઈચ્છતા જ નથી. જેની પાસે પોતાનું કર્તવ્ય સ્પષ્ટ છે તે અસ્પૃશ્ય સેવાનું કામ પ્રિય હોવા છતાં પણ પોતાનું કર્તવ્ય છોડે એવું કદી ઇચ્છું જ નહીં.” e એક બંગાળી બાળકે પૂછયું કે “ હું પાપી પાપ શી રીતે ધાઉં ? તમે તમારા પિતા આગળ ગુનો કબૂલ કરે તેમ કબુલ કરવાની મારામાં હિંમત શી રીતે આવે ? મેં તમારી આત્મકથા વાંચી છે. મારામાં પાપ કબૂલ કરવાનું બળ કેવી રીતે આવે ?” એને લખ્યું : ** It is quite clear to me that you should make a clean breast of everything before your parents. The shame was in committing the sins you admit, but there need be no shame in making a clean confession before your parents. If you do it with a pure heart, you will find an accession of strength coming to you which you never had before." મને સ્પષ્ટ ભાસે છે કે તમારે તમારી બધી વાત તમારાં માબાપ આગળ દિલ ખોલીને કહી દેવી જોઈ એ. શરમ તે તમે જે પાપ