પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૩૬ વિચારે લાદવા જ ન જોઈ એ કર્યાનું કબૂલ કરી છે. તે કરવામાં હતી. માબાપની આગળ તેને સાફ એકરાર કરવામાં કશી શરમ નથી. સ્વચ્છ હૃદયથી તેમ કરશો તો તમે જોશો કે તમારામાં નવી શક્તિનો સંચાર થશે, પડેલાં તમારામાં કદી ન હતું એવું બળ તમે અનુભવશો.” e નાગપુરવાળા દફતરી, હરિભાઉ અને બીજાઓની સાથે વાતચીત. દફતરીને બાપુએ કહ્યું : “ તમારો લેખ મને ગમે છે, પણ છેલ્લું વાકચ નથી ગમતું. - ૮ મને લાગે છે કે આ ઉપવાસની પાછળ આધ્યાત્મિકતા હશે તો તેની અસર થવાની છે. મારા સંદેશામાં કાંઈ પણ જીવંત શક્તિ હશે તો લોકો તે સાંભળશે. શાસ્ત્રનો અર્થ એ જ છે કે સાચો અને પવિત્ર માણસ જે એને માટે મરવાને તૈયાર છે એવાનાં વચને. તમે લોકો આગળ આ વ્યાખ્યા મૂકી શકે છે. « લોકો ઉપર હું દબાણ લાવી રહ્યો છું એ આક્ષેપને મારી જવાબ * ટાઈમ્સ' છાપ્યો છે. લોકો મારી ઉપર શ્રદ્ધા રાખતા હોય તેમાં મારા શો વાંક ? મારા વિચારો લોકોને શાણા અને સ્વીકાર કરવા જેવા લાગે છે અને મારી હિમાલય જેવડી ભૂલો છતાં લોકે એ માને છે તો હું શું કરું ? મારા વિચારો બીજાઓ ઉપર હું ઠોકી બેસાડું છું એમ કહેવું એ તો વાહિયાત છે. લાડીને જોરે કાઈ તેમ કરે તો વિચારો લાદ્યા કહેવાય. દુનિયામાં કાઈના ઉપર પણ મેં મારા વિચારો લાદ્યા હોય તો મારી પની ઉપર લાદ્યા છે. મારા એ અપરાધ હું કબૂલ કરું છું. મારે ત્યાગ કરવાની તેને છૂટ હતી, પણ એ છૂટને કશે અથ ન ગણાય.” સવાલ : * પણ આવી રીતે વિચારો લાદવા એ આવશ્યક નથી ? ખાસ કરીને આપણા દેશમાં ? ” બાપુ : ** ના. એ વિચાર તો બહુ ઘાતક છે. આપણે શું ધીરજનું દેવાળ કાઢયું છે ? હા, સેવા કરીને, સામાના હદયને આપણી દીન અરજી સંભળાવીને વિચારો ફેરવી શકાય. વિચારો લાદવાનું બને ત્યાં સુધી ટાળવું એમ નથી, કોઈ પણ ભોગે ટાળવું જોઈએ.’ સવાલ : * તમારા નિવેદનમાં તમારી સ્થિતિ તમે બહુ સ્પષ્ટ રીતે રજૂ કરી છે. | બાપુ : * મારી બુદ્ધિ અને મારું હૃદય ન સ્વીકારે એવા બહુમતીને નિર્ણય હું કેમ કબૂલ રાખી શકું ? મુસ્લિમ અને બીજાઓની માફક આજે એક ખ્રિસ્તી બાઈ મને સમજાવવા આવ્યાં હતાં.'