પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

મંદિર ખેલી દો પછી સુધારા થશે ૩૩૭ સવાલ : ૪૮ અંતરમાંથી પ્રકાશ મળે તે પ્રમાણે તમારું જીવન તમે ગાળા છો. એ પ્રકાશ ફેરવાઈ શકે એવા હોય તો પછી એ પ્રકાશની કિંમત શી રહી ?” - બાપુ : * એ પ્રકાશની કિંમત તે એ છે કે છેલ્લાં પિસ્તાળીસ વરસમાં એમાં ફેરફાર થયેલ નથી. કહે છે કે માણસે આખા જન્મારો ઈશ્વરનો ઇનકાર કર્યો હોય પણ છેલ્લી ઘડીએ ઈશ્વરનું નામ લે તો એનાં પાપ બળીને ભસ્મ થઈ જાય છે. એ વસ્તુ હું અક્ષરશઃ માનું છું. છેક છેલ્લી ઘડીએ પણ ઈશ્વર હૃદયમાં સાંસરો ઊતરી જાય છે. હું દૈવીપણાના દાવા કરતા નથી, તેમ કદી ભૂલ ન કરું એ પણ મારા દા નથી, છતાં આ બાબતમાં તો લોકોએ જાણવું જોઈ એ કે મારા વિચારોમાં ફેરફાર થવાનો કશે સંભવ નથી. “ સનાતન ધર્મનું રક્ષણ અસત્યથી તમે કદી કરી શકવાના નથી. . . . શાસ્ત્રી અને બિહારના બીજા કેટલાક શાસ્ત્રીએ આવો પ્રયત્ન કરી રહ્યા છે.” - હરિભાઉએ પાનવાળા અગાસેની વાત કરી. એ મહાર મંડળમાં ગામાંસત્યાગને પ્રચાર કરે છે. - બાપુ : “ મારા જીવનમાં કેટલીક વસ્તુઓ એવી છે જેની બાબતમાં બીજ કાઈની સરસાઈ સ્વીકારવા હું તૈયાર નથી. આવી એક વસ્તુ તે ગાય પ્રત્યેનો મારા પૂજ્યભાવ છે. એટલે મારી આગળ ગોમાંસ-ત્યાગની દલીલ કરવાની જરૂર ન હોય. પણ ખરો ઉપાય જાણનારા એક ઉત્તમ વૈદના દાવે હું કહું છું કે, માંગ અને મહાર લોકેાના મંદિર પ્રવેશ માટે તમે ગામાંસ-જ્યાગની શરત કરી શકે નહીં. એક વાર મંદિર ખાલી દો, પછી તેમને ગામાંસનો ત્યાગ કરવાનું હું કહીશ. શું આજે ગોમાંસભક્ષી બ્રાહ્મણોને હુ મંદિરમાં જતા રોકું છું ? એ જ પ્રમાણે માંગ અને મહાર લોકોને ન રાખી શકું. પણ મંદિર બધાને માટે ખુલ્લાં થઈ જાય ત્યાર પછી હું એવું જાહેરનામું કાઢું ખરા કે ગોમાંસભક્ષી મંદિરમાં દાખલ નહીં થઈ શકે. ” a * મંદિરમાં જનારાઓ'ની વ્યાખ્યા વિષે રાજગોપાલાચાર્યના કાગળથી પાછી ચર્ચા ઊભી થઈ. રાજાજી કહે છે કે જેના મંદિરમાં જવાનો અધિકાર છે એ મંદિરમાં જનારા. બાપુ કહે છે જેને આસ્થા હોય અને જે વખતોવખત મંદિરમાં જતા હોય એ. રાજાજીના કાગળ આવ્યા કે તુરત પોતાની વ્યાખ્યા બતાવનારી બાપુએ તાર કર્યો. બાપુના હાથ નીચે કામ કરનારાની કેવી કમબખ્તી છે એમ ઘડીકવાર મનમાં થયું અને નિસાસા નાખે. મ–૨૨