પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

જળ્યા તા નો જન્મ કાલે રાત્રે કહ્યું અને આજે પણ બાપુ બોલ્યા કે : “ મને લાગશે કે કયાંયે સમાધાન થવાનાં ચિહ્ન નથી ત્યારે હું પાણી ૨૭–૨–૨૨ મીઠું” વગેરે બધું બંધ કરીશ. એ મરવાનો નિશ્ચય. એ નિશ્ચય કરીને હું તર્ક નિશ્ચિત થઈને બેસીશ. હું જે જીવ્યા તો મારા તદ્દન નવા જન્મ થશે એ વિષે મને શંકા નથી.” - ખાડીલકર, સુરેન્દ્ર અને રામદાસને બાપુ કાલે મળ્યા હતા. ખાડીલકરે પૂછેલું : “ અમને બધાને મૂંઝવણ એ છે કે આ ઉપવાસથી બંધારણની વાત પાછળ પડી જવાની.” બાપુ કહે: “ આ જ બંધારણ છે.” પેલા : * તા તો તમે એમ છે કે તમારા આમાં અંત આવે તો બધું છોડી અમારે આ જ કામ કર્યા કરવું?” બાપુ: “તમે બરાબર કહ્યું છે. એ કામના ઉકેલ આવશે એટલે ઘણું કામનો ઉકેલ આવી જશે.” e રામદાસે કહ્યું : “ તમને બહાર લઈ જાય તો હું આપની સેવાને માટે વાની માગણી કરું ? ” e બાપુ : “ તને ઈરછા થાય એ સમજી શકું છું, પણ તારે એ ઇચ્છાને રિકવી એ જ મારી સેવા. મારી સેવા કરનારા ઘણા બહાર હશે.” ગાસીબહેનને કાગળ લખ્યા : "Do you know that the thought that many sisters are with me in this travail sustains me? I have no time to write separatey to Kamala. Let her write. My love to you all. Let God's will be done, not ours." “ તમે જાણે છે ને કે આ કસોટીમાં ઘણી બહેનો મારી પડખે છે એ વિચાર મને ટકાવી રહ્યો છે ? કમલાને જુદો કાગળ લખવાને મને વખત નથી. પણ એ મને લખે. તમને બધાંને પાર. ઈશ્વરનું ધાર્યું થાઓ, આપણું નહીં.”

  • ચિ. . . .

“ તારા કાગળ વિચિત્ર છે. એક તરફથી ઉપવાસની વાત કરે છે, બીજી તરફથી વિવાહની. ઉપવાસનો તારો સમય નથી, અધિકાર નથી.' “ જ્યાં લગી લગ્નગાંઠ નથી બંધાઈ ત્યાં લગી જેની સાથે સંબંધ બંધાયો છે તે નવયુવકની સાથે માતપિતાની આજ્ઞા લઈને નિર્વિકાર પત્રવહેવાર તું જરૂર કરી શકે છે. નિર્વિકાર શખ જાણી જોઈને વાપર્યો છે. જે વિકાર આજે પરિણમવાનો નથી તેને પોષવામાં દોષ છે. તેથી