પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

380 ડૉ. આંબેડકરનું મડળ જાય છે ખરો. જે મારામાં પ્રેમ ભરેલું હોય તો મારે સાપથી ભાગવું ન જોઈ એ એમ મારી બુદ્ધિ કહે છે. છતાં મારામાં એટલી શ્રદ્ધા ન હોય તેથી જ હું સાપને મારી પાસે આવવા દેતા નથી. આવા દાખલા ધણા આપી શકાય. હું ઇચ્છું કે તું આ દિશામાં સંશોધન કરે અને હૃદય અને બુદ્ધિ વચ્ચેના વિરોધનાં કારણો યાદ આવે તેટલા દાખલામાં શોધવાનો પ્રયત્ન કરે. એમ કરવાથી બુદ્ધિ અને હૃદયને મેળ બેસાડવાનું તારે માટે શક્ય બને. ઉપવાસ કરું તે મારે માટે તેમ જ બીજા સૌને માટે સારું હોય તો પછી તેથી રાજી થવાની હૃદયે શા માટે ના પાડવી જોઈ એ ? હું તંદુરસ્ત હાઉં તો હૃદયને આનંદ થાય છે, પણ અમુક દાખલામાં હું તંદુરસ્ત હોઉં તે કરતાં હું ઉપવાસ કરું તે વધારે સારું હોય. બુદ્ધિ એમ જ કહેતી હોય, છતાં બુદ્ધિના સ્પષ્ટ પુરાવાના હૃદય ઇનકાર કરતું હોય. શું શ્રદ્ધાના અભાવને લીધે હદય તેમ કરે છે? અથવા આમાં આત્મવંચના હોય છે ? વસ્તુતઃ બુદ્ધિએ શરીર સાચવવાના જેટલી ઉપવાસની આવશ્યકતા શું સ્વીકારેલી જ નથી ? કરો નિર્ણય કરવાનો પ્રયત્ન કર્યા વગર તારી આગળ મેં આ પ્રશ્ન મૂકયો છે. હું નિર્ણય ઉપર આવવા ઇચ્છું તો પણ નિર્ણય ઉપર આવવાને માટે પૂરતી સામગ્રી મારી પાસે ન હોઈ શકે. કાંઈ નહીં તો અત્યાર પૂરતા તો આ પ્રશ્ન હું અહીં જ છોડું છું.” આંબેડકરનું મંડળ – - ચિત્ર, ‘જનતા'ના અધિપતિ પ્રધાન, વગેરે આવ્યા. તેમની ફરિયાદ : મંડળ - અસ્પૃશ્યતાનિવારણ સંધની કાર્યવાહી અને કામકાજના હેવાલમાં ડૉક્ટર આંબેડકરના કાગળનો કશો ઉલ્લેખ નથી. બાપુ- તમારી ફરિયાઈ એ હેવી જોઈ એ કે તેમાં ઉઠાવેલા મુદ્દાનો કશા વિચાર નથી થયા. મારી સામેની ફરિયાદ કહો. હું તમને કહી દઉં કે તમને હું કેટલી રીતે મદદ કરી રહ્યો છું. મંડળ- દેવરૂખકરને તમે એમ કહ્યું છે કે “ઓ લેકેને પ્રેમથી છતા’. પણ એનામાં પ્રેમ હોય તો ના ? બાપુ- તે તમે એ વાતને ઉલટાવી નાખે, અને તમે એને પ્રેમથી જીતા. મંડળ–ના, ના, એ તો ગૌરીશંકર પર્વત જેવા મેટા છે. અમે એની સામે બરાબર લડી શકીએ છીએ ખરા, પણ અમારી હિંસાનેય