પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અમને સામાજિક સવલત આપે ૩૧ બાપુ - મારી પાકી ખાતરી છે કે પક્ષાપક્ષી ટાળવી જ જોઈએ. સવર્ણોમાંથી આ વૃત્તિ કાઢી નાખવા હું તનતોડ પ્રયત્ન કરીશ. મંડળ – આ લોકોને સામાજિક સવલતો આપવાની બાબતનું શું ? બાપુ- દરેક પ્રાન્તમાં એ કામ ચાલી રહ્યું છે. લોકોને સમજાવવામાં આવે છે, એ કામ ઢીલમાં નથી જ નખાયું. તમે મલબારમાં જઈને જુઓ કે ત્યાં કેવડું મોટું પરિવર્તન થઈ રહ્યું છે. મંડળ –પણ આ વર્ગના ઉદ્ધાર માટે તમારી પાસે શા કાર્યક્રમ છે ? બાપુ-બરાબર એટલા માટે તો આ મંદિર પ્રવેશનો પ્રશ્ન મેં ઉપાડ્યો છે. સનાતનીઓ તેથી જ ગભરાઈ ગયા છે. એ લોકો કહે છે કે બીજું બધું કરો, કૂવા ઉપર પાણી ભરાવા, પણ મદિરાને અડશે નહીં. હજી તો આ પાશેરામાં પહેલી પૂણી છે. આ કામ વધારે આગળ ચાલશે એટલે બીજા બધા પ્રશ્નો પણ ઊકલી જશે. મંદિર પ્રવેશના પ્રશ્નની સાથે ખૂબ જ પ્રચારકાર્ય કરવાનું છે. અને મલબારમાં એ કામ બરાબર થઈ રહ્યું છે. મંડળ- અસ્પૃસ્યાનાં દુઃખ દૂર કરવા અને પૃસ્યો તરફથી તેમને થતી હેરાનગતિના ઇલાજ કરવા વકીલેનું એક મંડળ બનાવી આપો. બાપુ- આપણે સ્વયં સેવક વકીલની સેવા લઈશું. મંડળ - સ્વયંસેવકથી કામ ન સરે. બાપુ- મારા જેવા સ્વયં સેવક હોય તોપણુ ? મંડળ મિલમાં વણાટ ખાતામાં એમને દાખલ કરવા જોઈએ. આજે તો વીશીઓમાં તથા પાણીના સાર્વજનિક નળ ઉપર અસ્પૃશ્યતા છે. મજૂર મહાજનની ચાની હોટેલમાં પણ અસ્પૃશ્યતા છે. તમે ચેમ્બર ઑફ કોમસને સૂચના ન કરી કે હમાલી વગેરે પણ અસ્પૃશ્ય વર્ગમાંથી આપના ચાતુર્વણ્યના વિચારોમાં કાંઈ ફેરફાર થયો છે ખરો? બાપુ - ના ભાઈ, હુ’ તો ચાતુર્વણ્ય માં માનું જ છું. રાટીબેટી- વ્યવહારમાં કશાં બંધના ન હોવાં જોઈ એ. જુદા જુદા વર્ણમાં લગ્ન ન થઈ શકે એવું કહેવાને શાસ્ત્રાનો કશા આધાર નથી. મારા જીવનમાં આ વસ્તુ મેં અમલમાં મૂકી છે. પણ અત્યારે હું એના પ્રચાર ઉપાડવા ઈચ્છતા નથી. જ્ઞાતિસુધારનો કાર્યક્રમ હું અત્યારે લઉં' તો અસ્પૃસ્યતા- નિવારણનું કામ બગડે. બધા ધંધા વંશપરંપરા હોવા જોઈએ. કરોડો લોકો મુખ્ય પ્રધાન અને વાઇસ બનવાના નથી. વળી આશ્રમધમ સજીવન ન થાય ત્યાં સુધી આ વણુધર્મ પણ સજીવન થવાના નથી. જ લે ?