પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૪૩ સત્ય સૌથી વધારે વજનદાર બાપુ - અરે તમારાં મંદિર સાચાં હશે તો એ લેકીને પાવન કરશે. તુલસીદાસ કહે છે કે સુધાતુ કુધાતુને સુધાતુ બનાવે છે. મંદિર વિષે એ ભાવના થશે ત્યારે જ સાચી પ્રાણપ્રતિકા થશે. આજે એ મદિર નકામાં નથી? એ ભાવના કયાં છે? દિલ્હીમાં મને એક પૂજારીએ કહેલું કે “ આ મંદિર મુસલમાને તોડવું.' મેં પૂછ્યું : “ તું કયાં હતા?” પેલે કહે : “ હું ત્યાં રહ્યો હોત તો મરી ગયો હોત.' મેં કહ્યું: ‘તે જ એ મંદિર તોડવું, મુસલમાને નહીં. તું ત્યાં જ મરી ગયો હોત તો મંદિર બચત.” અગાસે - આ ભાવના હિંદુઓમાં પેદા કરવા શું કરવું જોઈએ ? બાપુ- મારા જેવાએ ઉપવાસ કરવા જોઈએ. ભાઈ અગાસે એક સજજન છે, પાનવાળાઓમાં અંત્યજોને કામ કરવા ન જ રખાય એવા વહેમ છતાં રાખે છે. મહાર-માંગની વસાહત બનાવી છે. અને તેઓને સારી રીતે રાખે છે. પણ એમને આ પ્રાયશ્ચિત્તની ભાવના ઉપર બંધાવાનું સમજાવવું લગભગ અશક્ય થઈ પડ્યું. સંન્યાસી સમજયા પણ અગાસે નહી ! તળેગાંવકર અને બીજાની સાથે : બાપુ – અસ્પૃશ્ય પાતે ગોમાંસ છોડે એ આવશ્યક છે પણ એ શરત આપણાથી ન થાય. પ્રવૃત્તિ ગામડાંમાં લઈ જવી જ ૧૬–૧૨– રૂ ૨ જોઈ એ. નળ બધા જ ખુલા થવા જોઈએ. અસ્પૃશ્યોની સેવા માટે ખર્ચ કરવાની મ્યુનિસિપલ ફંડ ઉપર પહેલી જવાબદારી હોય. મંદિરની બહાર જરૂર એવું પાટિયું લગાવી શકાય કે ગોમાંસ ખાનારા આમાં દાખલ થઈ શકશે નહીં. નીતિવિરુદ્ધ વેદ હોય તો તે મારે ભાજય છે જ. અને એટલા કારણસર શાસ્ત્રીઓને ન આવવું હોય તો ન આવે. સત્યને વિષે મહાભારતમાં કહ્યું છે કે સત્યની સામે ગમે તે વસ્તુ મૂકો તો સત્ય જ વધારે વજનદાર થશે. જે વેદ સત્યની વિરુદ્ધ હોય તો વેદ અવસ્ય ત્યાજ્ય છે, કારણ સત્ય એ પરમેશ્વર છે. બી. આર. જોષી અને બીજા પાંચ છ જણની સાથે : સવ — એકલા હિંદુઓ ઉપર શા માટે બધી જવાબદારી હોવી જોઈએ ? અસ્પૃશ્ય તો નિષ્ક્રિય છે. એ લોકો કશું ન કરે તો પણ અમારે કરવું એમ તમે કહો છો ?