પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

BY8 અસ્પૃશ્ય આળકો કરતાંય ખરાબ સ્થિતિમાં બાપુ – તમે એ લોકોની સેવા કરતા થઈ જશે એટલે એ લોકો કાંઈ ને કાંઈ કરતા થઈ જશે જ, એ તમે નથી જોઈ શકતા? નાના બાળક પાસે કાંઈ કરાવવું હોય તો તમે શી રીતે કામ લે છે ? આપણે અન્યાય કર્યો છે એટલે આપણે પ્રાયશ્ચિત્ત કરવું જ જોઈએ. સવ - પણ અસ્પૃશ્યો કાંઈ બાળકો છે ? બાપુ - બાળકે કરતાંય ખરાબ સ્થિતિમાં છે. દિન પ્રતિદિન એમને વધુ ને વધુ નિરાધાર બનાવવામાં આવે છે. બાળક તો મોટું પણ થવાનું, પણ અસ્પૃસ્યાને તો વધવા જ દેવામાં આવતા નથી. સવર્ણ હિંદુઓ પોતાના કર્તવ્યને વિષે જાગ્રત થશે એટલે અસ્પૃસ્યો તરફથી પણ જવાબ મળશે. એ તો વિજ્ઞાનનો સાદો નિયમ છે. સ૦ - તમે મંદિર પ્રવેશનું કહા છે. પણ કોઈ ભૂખ્યા માણસને ખાવાનું જોઈતું હોય તો એ ઘરમાં પણ દાખલ થાય એ શું વાજબી છે ? અસ્પૃસ્યાનું આવું જ છે. તેમણે ખોરાક ઝૂંટવી લેવાનો આગ્રહ શા માટે રાખવા જોઈએ ? એમને આપવામાં આવે તે ખોરાક એ સ્વીકારે. બાપુ –પણ તમે એમને ખોરાક આપે છે ખરા ? સવ - એમને તો માત્ર દર્શન જોઈ એ છે ને ? અમે અમારી રીતે એમને દર્શનની સગવડ કરી આપીએ. પણ મંદિરમાં જનારા બીજાઓની લાગણી એમણે શા માટે દૂભવવી જોઈએ ? બાપુ - કાઈના ઉપર બળજબરી કરવાનો અહીં પ્રશ્ન જ નથી. સવ - પૂનામાં મંદિર પ્રવેશની તરફેણમાં ઠરાવ થયો. પણ મત ગણવામાં દગા કરવામાં આવ્યા હતા. અસ્પૃસ્યામાં બળવો કરાવવો એ સારું છે ? તિલક મહારાજે કહ્યું છે કે, “ લોકોને સાથે લઈને કામ કરવું જોઈએ.' એની સાથે તમે સંમત થાઓ છો ? લોકમાન્ય કહેતા કે, “ કાઈ પણ નેતાએ લોકે જ્યાં સુધી જઈ શકતા હોય તેનાથી વધારે આગળ જવું એ યોગ્ય નથી.' બાપુ- લેકમાન્ય તા એમ પણ કહ્યું છે કે “તમારે જે દોરાવું હોય તો તમારા નેતાને અનુસરવું જોઈએ.’ સવ - પણ એ તો અમારે એમ દોરાવું હોય ત્યારે. અમે તો એમ ઈચ્છીએ છીએ કે તમે અમારી સાથે રહે, અને અમને દોરા. બાપુ- ત્યારે તમારે આભાર માનું છું અને કહું છું કે તમારી સાથે રહેવાની શરતે મારે તમને દોરવા નથી. તમારે જે દોરાવું હોય તો મારી શરતે જ હું તમને દોરી શકું .