પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૪૫ મારે ભેગે કેળવણી લેવી છે ? આમ અનેક પ્રશ્નો અને ઉત્તરા થયા. બાપુ અતિશય થાકેલા હતા. કંટાળ્યા. બાપુ કહે, “ ત્યારે તો મારે ભાગે તમે કેળવણી લેવા આવ્યા છે. એટલે પેલે કહે, “ હા, સાહેબ, અમારા એ હક છે ને ?' જે વસ્તુ છાપાંમાંથી પણ મળી રહે એવી અનેક વસ્તુઓ એ પૂછયે જ જતા હતા. એડવોકેટની પરીક્ષા માટે તૈયાર થતો હતો. એની સવાલ પૂછવાની અને સમજવાની શક્તિ જોઈ ને બાપુને કહેવું પડયું : ૮૬ આ રીતે તો તમારા ઘણા અસીલોને તમે ગરદન મારશે.” પણ મહારાષ્ટ્રમાં તકકુતકની મજા માણવાનો ગુણ સવિશેષ છે. અનેક મહારાષ્ટ્રી ડાકોરનો સવાલ પૂછે છે. કારણ એક છાપાએ એ દલીલ કરી કે “ ગાંધી ડાકોરનું મંદિર છોડીને ગુસ્વાયુર બોલાવવા ઉપવાસ કરવા બેઠા એનું કારણ એ છે કે ગુજરાતીઓને રાજકાજમાં ટેકો જોઈએ અને તેમનો વિરોધ વહારી લે તો પેલે ટેકે ખેાઈ બેસે ! ' બાપુ કેવા કેવા માણસોને કેટલી શાંતિથી જવાબ આપે છે એનો નમૂના : આજે ત્રિવેન્દ્રમના દીવાન પેશકારના ચૌદ સવાલનો જવાબ વિગતવાર આપ્યો. એવા જ જવાબ બીજા એક સનાતન ધર્મ એજન્સી- વાળાને, જેના કાગળામાં એના દયાજનક અજ્ઞાન સિવાય બીજું કશું આવતું નહોતું, તેને આપ્યા. એક માણસે બાપુને સૂચના કરી હતી કે શંકરાચાર્યે દિગ્વિજય કર્યો તેમ તમે શા માટે નથી કરતા ? ઉપવાસ એ બરાબર ઉપાય નથી.” આવા વિરોધીઓને પણ જવાબ આપવા એ દિગ્વિજયનો એક ભાગ ન ગણાય ? આજે અગત્યના અંગ્રેજી કાગળા ઉપરાંત કેટલાક નાના નાના પણ અગત્યના કાગળો લખાવ્યા. વઢવાણમાં અસ્પૃશ્યતાનિવારણ { ૭–૨ ૨-'૩ ૨ સંબંધી સરધસનો ફેસ્ત થયા, તેનું વર્ણન કરનારા કીરચંદના જવાબમાં બાપુએ : “ સામાન્ય રીતે કહી શકું છું કે જ્યાં હુલ્લડ થવાનો સંભવ હોય ત્યાં અને સત્તાની પણ મદદ ન મળે ત્યાં મેળાવડા સરધસ વગેરે માંડી વાળવા. ધીમે ધીમે લોકમત કેળવ. સેવાકાર્ય તો કર્યા જ કરવું. આમ કરતાં કરતાં કેટલાકને હરિ- જનવાસમાં રહેવા પણ જવું પડે.” પ્રેમનાં બાણ બાપુને કેવાં મારતાં આવડે છે ! પ્યારેલાલનો કાગળ ન આવે. તેને લખ્યું : “ તમે ન લખવાનો નિશ્ચય કર્યો લાગે છે. કાં ભગવાન