પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૪૭ વેદમાં કાંઈ છેટલી પ્રેરણા નથી હોય એ કહે તેમ કરવું. ત્રીજો ગમે તે દુઃખ થતું હોય તોપણ રામનામ રટવું અને પ્રફુલ્લિત રહેવું, રડવું નહી. હરિભાઉ, બાબાસાહેબ પાદ્દાર અને ઘુઘીરાજ શાસ્ત્રી બાપટ આવ્યા. સ૦ - વેદ એ ઈશ્વરની સ્ફૂર્તિ છે એટલે હવે જે ટૂર્તિ થાય તેની પણ એટલી જ કિંમત હશે, જે નીતિની વિરુદ્ધ હશે તે હું બિલકુલ માનનાર નથી, આ આપનાં વચન બરાબર છે ? બાપુ - હી. પાદ્દાર - ત્યારે તે વૈદિક ધર્મના આખા પાયા હચમચી જાય છે. હિંદુ ધર્મ નો આધાર વેદ છે, જેમ ખ્રિસ્તી ધર્મની બાઇબલ, અને ઇસ્લામના કુરાન. જે કૂર્તિઓ વખતોવખત બદલાતી હોય તો પ્રાચીન વૈદિક ધર્મ સનાતન ગણાય જ નહીં. બાપુ - ત્યારે શું ઈશ્વરની શક્તિની આપણે મયાર્દી બાંધી દઈશું ? હું કબૂલ કરું છું કે વેદ ઈશ્વરપ્રેરિત છે. પણ ધારો કે ઈશ્વર બીજા વચનાની પણ પ્રેરણા કરે અને લોકો તે સ્વીકારે તો ? એમ કહેવાનો કશે અર્થ જ નથી કે ઈશ્વરમાં બીજા વેદોની પ્રેરણા કરવાની શક્તિ નથી. એ તો નિરીશ્વરવાદી વચન થયું. પણ તેથી હું એમ નથી કહેવા માગતો કે ઈશ્વર બીજા ગ્રંથની પ્રેરણા હમણાં કરવાના છે. પોદ્દાર – પણ જે વેદ ઈશ્વરપ્રેરિત હોય તો ભવિષ્યમાં તેથી વિરુદ્ધ પ્રેરણાવાળા ગ્રંથ શી રીતે આવે ? બાપુ - દસ હજાર વર્ષ ઉપર જે કાળું હોય તે આજે ધોળું ન થઈ શકે. મૂળભૂત સિદ્ધાંતો શાશ્વત કાળને માટે એક સરખા જ રહે છે. પણ વેદોમાં તો મૂળભૂત સિદ્ધાંતો સિવાયનું બીજું ઘણું છે. એમ જે ન હોય તો ગીતાના ચોથા અધ્યાયમાં કહ્યું છે કે ઈશ્વર વખતોવખત અવતાર લે છે એનો શો અર્થ ? ઈશ્વર તે વેદના અને આ માનવકુળનો પણ સંહાર કરે. અને કોઈ બીજી જ જાતિ અને કાઈ બીજા જ વેદ ઉત્પન્ન કરે. તમે તો કહેશે કે ઈશ્વર પોતાની સાથે અસંગત છે. સ૦ પણ કોઈ સતે હજી સુધી વેદના ઈશ્વરપ્રેરિતત્વ વિષે શ કા ઉઠાવી નથી. બાપુ- હું પણ નથી ઉઠાવતો. હું તે એટલું જ કહું છું કે વેદમાં ઈશ્વરની કાંઈ છેલ્લી પ્રેરણા નથી. છેવટે તો ઈશ્વર પણ દોષપાત્ર એવા આપણુ માનવીઓ મારફત જ બોલે છે ને? વળી આપણી પાસે જે વેદ