પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સત્યાગ્રહી કેદીને ધર્મ માનસિક શક્તિનો નિરર્થક વ્યય થાય છે. એમ કરવામાં મુક્લ ડહાપણ નથી. તારી ઉંમરની મને ખબર નથી. પણ જે તું સાવ ઉંમરલાયક થઈ હોય ને વિકારવશ થતી હોય તે તને પરણાવી દેવાનું હું પસંદ કરું. જે તું ઉંમરલાયક થઈ હોય તે તારે વિકારને વશ કરવા ઘટે અને તે તારા ભવિષ્યના પતિ સાથે પત્રવ્યવહારની લાલચ ન રાખવી જોઈએ. આમાં મને લાગે છે કે તારી બધી મૂંઝવણનો ઉકેલ છે. બાપુના આશીર્વાદ ” બરજોરજી ભરૂચાએ તાર કર્યો કે સરકારને છ માસની નોટિસ આપી, પ્રજાને છે અવાડિયાં પણ ન આપે? એને જવાબ આપ્યો : ભાઈ બરજોરજી, | * તમારા તાર તો મળવા જ જોઈ એ ના ? સીધી વાત તે એ છે કે અનશનત્રત કોઈ માણસ પોતાની જાતને જેરે લઈ શકતા નથી, અને લે તે મૂઢમતિ છે. મારે વિષે તો હું કહી શકું કે એ વ્રત મેં નથી લીધું, મને ઈશ્વરે લેવડાવ્યું છે. તારીખ પણ એણે જ નિર્માણ કરી. તારીખ બદલવાના કાયદા પણ એણે જ નિર્માણ કર્યાં. એ કાયદામાં તમારા આગ્રહ નથી આવી શકતો. હવે કેમ કરાય? “ બીજી સીધી વાત આ છે : કેદી પોતાની મેળે અને ઇચ્છાએ બહારની આલમને કશું કહી શકતો નથી. એટલે જે હું કરી રહ્યો હતા એને એક શબ્દ પણ આડકતરી રીતે પ્રજાને પહોંચાડત તે સત્યાગ્રહી તરીકે હું પાપમાં પડત. સત્યાગ્રહી કેદી છીએ જેલના કાનનેનું પાલન કરે છે અને એ તાડવાનો કોઈ પણ વખત આવે તે જાહેર રીતે જ તોડી શકે છે. એટલે કેદી તરીકે તો સરકારને નોટિસ મળી તે પ્રજાને જ મળી ગણાય એટલે કે પ્રજાને જાણ કરવી એ સરકારની મુનસફી ઉપર હતું. પ્રજાને વહેલી જાણ ન થઈ તો આપણે એનો એ જ અર્થ કરવા જોઈ એ કે પ્રજાને વહેલી જાણ થાય એમ ઈશ્વરે નહોતું ધાર્યું. પ્રજાની અગવડ દૂર કરવાને સારુ હું કેમ મુદત વધારી શકુ ? પણ જે ખુદાપરસ્ત છે તે લોકો એમ કાં ન માને કે જો ઈશ્વરને મારી પાસેથી વધારે સેવા લેવી હશે તે ઉપવાસ છતાંય આવશ્યક એટલા દિવસ લગી જિંદગી ટકાવી રાખશે ? તમે તે ખુદાપરસ્ત છે જ. એટલે આ મારો કાગળ સમજીને તેનો અર્થ જે ભાઈબહેનો અકળાય તેને સમજાવજો અને તેને દિલાસા આપજે. સાથીઓને ધર્મ અત્યારે આગળ આવી પડેલું કામ વેગપૂર્વક કયે જવાનું છે. પરિણામ ઈશ્વરને જે નિપજાવવું હોય તે નિપજાવશે.