પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૪૯ વણ ધમ અને રાતીએટી-વ્યવહાર સમજાવી રહ્યો છું, કેટલું લખી રહ્યો છું, કેટલાં સમાધાન સૂચવી રહ્યો છું, તે કોઈ સાંભળતું નથી. જ્યાં સિદ્ધાંતના સવાલ હોય છે ત્યાં હું લાભાલાભની ગણતરી કરતા નથી. રાટીએટી-વ્યવહારને અસ્પૃશ્યતા સાથે લેવાદેવા નથી. હિંદુ સમાજમાં આજે રાતીએટી-વ્યવહારનાં બંધને વ્યાપક છે. પણ હું એને આ સુધારાના ભાગ તરીકે ગણતા નથી. જોકે એ સુધારા પણ થવાના તો છે જ. વણુ એ વિજ્ઞાનિક સિદ્ધાંત છે. જોકે એમાં આજે પાર વિનાનો સડો દાખલ થયા છે. ખરી રીતે એને પાટીબેટી વ્યવહાર સાથે કશો સંબંધ નથી. વણું તો ચાર જ છે. આપણી આ ન્યાતાને વણ સાથે કશો સંબંધ નથી. તમે વેદોને નીચે ન ઉતાર પણ સ્મૃતિઓને વેદની કક્ષા ઉપર ચડાવે. પછીના ગ્ર થાના અર્થ વેદને અનુસરીને કરવા જોઈએ. સ્મૃતિમાં ભાજનવ્યવહારને કાંઈ નિયમો હોય તો તે વખતે તે આવશ્યક હશે પણ આજે તેને કશો ઉપયોગ ન હોય. વણ આપણા ધંધાનું નિયમન કરે છે. વર્ણ ધર્મથી ધંધા વંશપરંપરા થતા હોઈ તે માણસની શક્તિને બચાવ થાય છે. હિંદુ ધર્મ આનુવંશિકતાના નિયમને પૂરેપૂરો લાભ લઈ ને કહ્યું છે કે બાપ- દાદાનો ધંધો કરવા. ભાજનને લગતા અને લગ્નને લગતા નિયમો માણસજાત પિતાની તે તે વખતની જરૂરિયાત પ્રમાણે બાંધશે. પોતાની આભરુચિ અને સગવડ પ્રમાણે માણસ ભોજનવ્યવહારનું નિયમન કરે છે. તે જ પ્રમાણે માણસ પોતાની આસપાસમાંથી અથવા તો બહારથી કન્યાની પસંદગી કરે છે. આજે વર્ણવ્યવસ્થા તો છે જ નહીં. પૂરેપૂરે સંકર થઈ ગયા છે. આપણે મિઅલગ્ન અને મિશ્રભાજન કરીએ છીએ એટલા માટે નહીં, પણ મૂળ સિદ્ધાંત ભૂલ્યા છીએ એટલા માટે. આપણે બધા જ આજે શૂદ્ર છીએ. સમાજની પુનર્રચનામાં આપણે ઊંચનીચના ભેદ કાઢી નાખીશું. મારી પાસે જે સમય અને શક્તિ હોય તો દેશના એક છેડેથી બીજે છેડે જઈને હું તો જાહેર કરું કે વર્ણ વ્યવસ્થા છે જ નહીં, આપણે બધા શ૬ છીએ. સવ - આ મદિરપ્રવેશ તો એક લાગણીનો પ્રશ્ન છે. અસ્પૃશ્યોને આપણાં મંદિરનો મેહ નથી. એમનાં પોતાનાં મંદિર છે. તમારા ઉપ- વાસની વાતથી આ પ્રશ્નને કૃત્રિમ મહત્ત્વ મળ્યું છે. અાએ મંદિર- પ્રવેશના આગ્રહ શા માટે રાખવા જોઈએ ? એમાંથી ઝઘડા ઊભા થાય છે અને મરાઠા અને મહારની વચ્ચે લેહી રેડાવાનાં છે. જ્ઞાનેશ્વરના મંદિર માટે આંબેડકરે ધમકી આપી અને પછી ફેસ્તો થા. બાપુ – મંદિર પ્રવેશની ચળવળ અસ્પૃશ્યોના કહેવાથી ઉપાડી નથી. આપણા પ્રાયશ્ચિત્તને એ એક ભાગ છે. જે આ પ્રવૃત્તિ આપણે યોગ્ય