પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

લેકે પણ ભાગલા પડતા અટકાવવા અહાર આવે ૩૫૧ બાપુ – એમ તો ન કહેવાય. પણ ખારાપાટમાં મીઠી વીરડીઓ હોઈ શકે અને આશ્રમ એવું બનવાની ઉમેદ રાખે. આ પછી નટરાજન અને દેવધર આવ્યા. નર - તમે ઈંગ્લેંડમાં જે બનતું ટાળવાનો પ્રયત્ન કર્યો તે અહીં બની રહ્યું છે. આપણા સમાજમાં સનાતનીઓ અને સુધારકે એવા મોટા ભાગલા પડવ્યા છે. આપણા સમાજને છિન્નભિન્ન થઈ જતો અટકાવવા માટે તમે બહાર આવો એ જરૂરનું છે. મને તો બહુ જ થાય છે કે આ પ્રવૃત્તિ ચલાવવા તમારે બહાર આવવું જ જોઈએ. તમારા શબ્દોમાં કહું તો ઝઘડો અટકાવવા માટે તમારે જામીન થવાનું છે. પણ તમે શી રીતે બહાર આવો એ હું જાણતો નથી. બાપુ- હું પણ જાણતા નથી. જેમને એકલું આ જ કામ કરવું હોય તેમના ઉપર કશો અંકુશ ન હોવા જોઈએ. જેલમાં પડેલા એમ કહીને બહાર જઈ શકે કે અમારી પ્રવૃત્તિઓ અમે એકલા અસ્પૃશ્યતા- નિવારણના કામ પૂરતી જ મર્યાદિત રાખીશું. પણ તેમણે આવું કરવું જોઈ એ કે નહીં તે હું કહી શકું નહીં. હું એમ પણ ન કહી શકું કે તેઓ આવું કરે એ મને ગમે. પણ કાઈ સવિનયભંગની લડત છોડી દે તો તે મારા સાથી મટી જશે અથવા મને એ પ્રિય થઈ પડશે એવું નથી. ધારો કે હું બિનશરતે બહાર જાઉં' તો સંભવિત છે કે સવિનય- ભંગ છોડી દેવાની હું લોકોને સલાહ આપું. પણ આજે અહીંથી એવી કાઈ શરતથી હું બંધાઉ' નહીં. ૮૦ = - સવિનયભંગ કામચલાઉ મુલતવી રાખવાની શક્યતા નથી ? બાપુ – હું બિનશરતે બહાર જાઉં' ત્યાર પછી એ વિચારી શકાય. નટ૦ - તમે કોઈ પણ જાતની બાંયધરી આપે એમ તો તમને હું ન કહી શકું. પણ તમે જ્યારે કહ્યું છે કે આ કામને મેં મારું જીવન સમર્પણ કર્યું છે ત્યારે એનો અર્થ એ થાય છે કે બીજા બધાં કામ છેડીને તમે હવે આ જ કામ કરવાના છે. સમાજના ભાગલા પડી જાય એવું તો તમે ઈચ્છતા નથી. સવાણી હરિજનાને અપનાવે એવું તમે ઈચ્છો છે. સવર્ણ હિંદુ તેમ જ વિરોધી વર્ગ બન્નેને તમારામાં વિશ્વાસ છે, બાપુ – ભાગલા પડતા તો જરૂર અટકાવી શકાય. દેવધર – અમુક વસ્તુઓની ચોખવટ કરવામાં આવે તો કડવાશ ટાળી શકાય.