પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉપર જે છું તે લેાકે મને જુએ છે બાપુ - ભાગલા પડી જશે એવી બીક મને નથી. ગુરુવાયુરની બાબતમાં કાંઈક કડવાશ હોય, પણ એ પ્રશ્નને બીજા બધાથી મેં નાખો રાખે છે. દેવધર - આપણે ધીમે ધીમે કામ કરીએ તો સનાતનીઓ પણું આપણી સાથે આવે. બાપુ- જરૂર આવે. તેથી તો બીજા મંદિરની બાબતમાં હું કેટલી બધી મર્યાદાઓ મૂકું છું. પણ વાઈસયની સંમતિ મેળવવામાં આપણા તરફની ઢીલાશ હશે તો મારે ઉપવાસ કરવા પડશે. નટ – પણ સંમતિ મળતાં તો બે મહિના લાગે. કારણ વાઈસરોયની પાસે બે મહિના બિલ રહે. દેવધર – સરકારને એક કાગળ શા માટે ન લખો કે જેઓ એમ કહે કે અમે કેવળ અસ્પૃશ્યતાનિવારણનું જ કામ કરીશું, તેમને છોડી મૂકવા જોઈ એ ? તમારે એ પણ જાહેર કરવું જોઈએ કે તમારા અનુયાયીઓમાંથી જે કેવળ અસ્પૃશ્યતાનિવારણનું કામ કરશે તેઓ તમને ઓછા પ્રિય નહીં હોય. બાપુ - હું એ મ ત ન કહી શકું કે જેલ જવાને બદલે તેમણે આ કામ પસંદ કરવું જોઈએ. જો એમ હોય તો તો મારે પોતે જ એવી બાંયધરી આપીને બહાર નીકળવું જોઈએ. ત્યાર પછી જ બીજાઓને હું તેમ કરવાનું કહી શકું, દેવધર – તમને સાચે જ એમ લાગતું હોય કે આ કામ તમારી આખી જિંદગીનો બધો જ વખત માગી લે છે તો કોઈ પણ જાતના માનસિક સંકોચ વિના તમે બહાર નીકળી શકે. બાપુ - ના, મને જે એમ લાગતું હોત તો તે મેં સરકારને કયારનુંયે એવું લખી દીધું હોત. આજે મારી પાકી ખાતરી છે કે એમ કરીને હું બહાર જાઉં તો કામ કરવાની તમામ શક્તિ ગુમાવી બેસું. દેવધર - શું એ કારણથી કે લોકો તમને રાજદ્વારી નેતા ગણે છે ? બાપુ - ના, લોકે મને જે છું તેવા સમગ્ર જુએ છે. લોકો જાણે છે કે મારું રાજકારણ એ તો સમગ્ર જનસેવાના મારા કામનો એક ભાગ છે. લોકો સહજવૃત્તિથી જ સમજી ગયેલા છે કે મારું આખું જીવન સમગ્ર જનસેવા માટે છે. આ તો માનસિક પ્રામાણિકતાનો સવાલ છે. જે ક્ષણે હું બહાર જાઉં તે જ ક્ષણે મને વિચાર આવે કે આ મહાન આફતમાં મારે શું કરવું ?