પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આ કામ કરવાની બાંયધરી આપીને બહાર જવાય ? ૩૫૩ હું કદાચ એકલા સવિનયભંગનો જ વિચાર કરું બીજા કશાય નહીં. પણ અહીં પડવો પડયો આ કામ કરી રહ્યો છું તેથી મને પૂરો સંતોષ છે. દેવધર – એવો કાઈ નુસખો શોધી કાઢીને, જેથી આ લોકોને તમે છોડાવી શકે. બાપુ-અત્યારે જે નુસખા મેં રજૂ કરેલ છે તેની સરકાર ઉપર અસર પડવી જોઈએ. સરકારને સહેજે એ સમજાવું જોઈએ કે આ ચળવળમાં આખો દેશ રાકાય છે. દેવધર - તમે એમ ન કહી શકે કે આ કૌમ સરખું જ અગત્યનું છે ? અને કાર્યકર્તાઓએ એમાં પડવું જોઈએ ? બાપુ – જમનાલાલજીનો દાખલો લો. એ એવી કશી શરત કરીને બહાર ન જાય. હું એમને એમ કરવાનું કહું તો તે કબૂલ કરે ખરા, પણ તેમને એવી રીતે બહાર જવાનું મારાથી કહેવાય નહીં. આ ચળવળ માટે જૂના કાર્યકર્તાઓ જેઓ જેલમાં હોય તેની જરૂર નથી. ના કાર્યકર્તા વર્ગ નીકળી આવ્યા છે અને એ મને ગમે છે. જમનાલાલજી જેવા માણસને પોતાને લાગે તો મારા આશીર્વાદ સાથે તેઓ બહાર જાય. પણ એમ કરવાનું હું એમને કહું નહીં. મને દર પખવાડિયે કેટલાક કેદીઓ મળે છે, તેમને મેં કહ્યું છે કે તમને જે એમ અંતરથી લાગતું હોય કે અસ્પૃશ્યતા- નિવારણનું કામ કરવાની બાંયધરી આપીને બહાર જઈ એ, તો તમે કશું બેટું કર્યું છે એમ હું નહીં કહું. કોટવાલને કાગળ :

  • જે ધર્મનાં સંકટ ઊભાં જ ન થતાં હોત તો ધમપાલન એ

અસિધારા જેવું ન ગણાત. સામાન્ય રીતે ત્યાજ્ય ગણાતી વસ્તુ જરાક ફેરફારને લીધે કર્તવ્ય થઈ જાય છે. એ રસાયણના મિશ્રણ જેવી વસ્તુ છે. અપ્પાની માગણી અધિકારને સારુ નહોતી. સ્વાર્થને અંગે નહાતી. અપ્પાની માગણી પોતાના ધર્મ પાળવાની હતી. જે પરિસ્થિતિ ઊભી થઈ તે પરિ- સ્થિતિમાં આવા ઉપવાસ થઈ શકે છે, એવા અભિપ્રાય હું આપણે બધા છૂટા ડતા ત્યારે આપી શકયો હોત. અપાને સાથ દેવાને મારો ધર્મ થઈ પડયો. અને મને એને વિષે મુદ્દલ શંકા નથી. મેં જે કર્યું છે એ બુદ્ધિથી સમજી શકાય એવું છે. તેથી અહી' મારા વચન ઉપર શ્રદ્ધા રાખવાની આવશ્યકતા નથી. બુદ્ધિ કબૂલ ન કરે ત્યાં લગી તમે જેટલે લગી ઉપવાસધર્મને સમજી શકયા છો તેટલે લગી જ રહેજો. વિચારના વમળમાં ન પડતા. મેં જે સમજાવ્યું છે તે સ્પષ્ટ ન થયું હોય તો ફરી પૂછજો. નહીં* મ-૨૪