પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩પ૪ બહાર જવાને સુરક્કારને નુસખા પૂછે તો પણ ચાલશે. મારે સારુ જે પરિસ્થિતિ ઉતપન્ન થઈ તે અસાધારણ હતી. અસાધારણ વસ્તુઓ વિષે બહુ વિચાર કરવાનો પણ નિષેધ છે. કેલપ્પનને ઉપવાસ છોડવાનું કહેનારા હું; એટલે હવે જે કેલપનને ઉપવાસ કરવાનો સમય આવે તો તેને મારે સાથ દેવા જ જોઈ એ, એ સ્પષ્ટ ધર્મ લાગે છે. એમાં તો ઘણુ પેટા પ્રશ્નો પડવ્યા છે. એ બધું સમજાવવાનો સમય નથી. જે જે હું લખી ગયો છું તે બધું ધ્યાનપૂર્વક વાંચી જશો તો કાંઈ પૂછવાનું નહીં રહે.” દેવધર, નટરાજેન અને બાપુના સંવાદના સાર વલ્લભભાઈ ને સંભળાવતાં વલ્લભભાઈ કહે : “ બહાર જવાના નુસખે કેમ નહીં સંભળાવ્યા ? હું હોત તો સંભળાવી દેત.” મેં કહ્યું : “ શું ? ” વલ્લભભાઈ કહે : “ શાસ્ત્રીને કહેવું કે તમે બાપુની જગ્યા લે, દેવધરને કહેવું કે તમે મારી જગ્યાએ આવી જાઓ અને નટરાજન જમનાલાલજીની જગ્યા લઈ લે. પછી અમે ત્રણે અસ્પૃશ્યતાનું કામ કરશું. એ લોકોને કેમ કાંઈ વિચાર ન થતો હોય ? તમારે ટા થવું જોઈ એ એમ કહેતા આવે છે, પણ કોઈ સરકાર પાસે જાય છે અને તેને સંભળાવે છે ? મિસિસ કઝિન્સનો આખો કેસ “સોશિયલ રિફોર્મર'માં છાપ્ય છે; પણ એ કેસથી પણ કાંઈ બોધ લેવાય છે? એ બાઈ ને ફતવારાજ અસહ્ય થઈ પડ્યું; પણ આપણને અસહ્ય થઈ પડે છે? ” આર્ય સમાજીઓ મળી ગયા હતા. તેમણે મુલાકાતના રિર્પોટ છાપામાં આપ્યા. તેમાં બે ત્રણ મુખ્ય વાતો ઊલટી જ લખી. ૨૬-૨ ૨-'૩ ૨ સત્યાર્થ પ્રકાશના અનુયાયીઓ ‘સત્ય નું આવું પાલન કરે એથી બાપુને બહુ દુ:ખ થયું. પેલે જ દિવસે શાસ્ત્રીએ અને બીજા સનાતનીએ એવું જ સત્યાનાશ વાળેલું, ત્યારે બાપુ ઊકળેલા. આયમિત્રોની મુલાકાતનો રિર્પોટ જોઈને બાપુ કહે : “ આ પેલા સનાતની મિત્રા કરતાં શું ઊતર્યા ? ” પછી એમને એક અતિશય નરમ કાગળ લખ્યું:

  • તમ ભાઈ એના મેળાપને જે રિપેટ પ્રગટ થયો છે તે જોઈ મને

દુઃખ થયું છે. સત્યાર્થ પ્રકાશ હું મારી સાથે ફેરવતો નથી. આશ્રમમાં એકથી વધારે નકલે છે એમ મેં કહ્યું હતું. (મુલાકાતના રિર્પોટમાં એમ વાક્ય હતું કે સત્યાર્થ પ્રકાશની એક નકલ એ હમેશાં પોતાની પાસે રાખે છે.)