પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

શુદ્ધ ઉપવાસથી જાગૃતિ આટલું યાદ રાખજો કે આ ઉપવાસ કાઈ ને પણ દબાણ કરવાને સારુ હાય જ નહીં, અને નથી જ. એનો હેતુ કેવળ અંત્યજ ભાઈ એને સારુ જે ચેાગ્ય હોય તે જ કરવાનો છે. મને જે ચેાગ્ય લાગતું હોય તે બીજાને ન લાગે. તેણે પોતાનો વિરોધ જારી રાખવા જ જોઈ એ. આવા જાહેર શુદ્ધ ઉપવાસી પ્રજાજીવનમાં જાગૃતિ લાવે, પ્રજાજીવનને મોહવશ થઈને આડે રસતે તો ન જ દોરે. અજ્ઞાનથી ઉપવાસ કરીને પ્રજાની પાસેથી કાંઈ પણ અાગ્ય વસ્તુ હું મેળવવા બેસું તો મારી ખાતરી છે કે ભૂતકાળમાં મેં ગમે તેટલી સેવા કરી છે એમ પ્રજા માને, તોપણ તેણે મને જિવાડવાની ખાતર મારી અગ્ય માગણીને વશ ન જ થવું જોઈએ. તેને વશ ન થવામાં પ્રજાનું તો ભલું છે જ, પણ મારું પણ ભલું હાય.” બેંગલોર કેન્ટોનમેન્ટ કેંગ્રેસ કમિટીના મંત્રી ભીમરાવનો તાર : * તમારા દેશબંધુઓને ભરદરિયે ડુબાડવાને બદલે એને પાર લઈ જાઓ. અશ્વસહિત વિનંતી છે કે ઉપવાસ કરતા અટકા.” એને જવાબ : "I have your touching wire. The fast is to be undertaken in God's name, at His will. It would be wrong and cowardly now to desist. Let us hope that He will give me strength to go through it. After all no life can live without His permitting. If He has any further use for it He knows best how to keep it." t* તમારી લાગણીભર્યો તાર મળે. ઈશ્વરને નામે અને તેના આદેશથી આ ઉપવાસ થાય છે. હવે ન કરવા છે તો ખાટું અને નામર્દીનું કામ થાય. એમાંથી પાર ઊતરવાનું ભગવાન મને બળ આપશે એવી આશા આપણે રાખીએ. છેવટે તો તેની ઇચ્છા વિના કોઈ પ્રાણી જીવી શકતું નથી. મારા કશ ખપ એને હશે તે એ મને જરૂર જિવાડશે.’’ | કુષ્ણદાસને : "Continue to write as if nothing is to happen. But it may be that this will be my last letter to you. In that case bear in mind that I expect you some day to gravitate to the Ashram and realize all my hopes of you. As for the coming fast, I hope you have understood that it is a rare privilege God has provided for me. It is therefore a matter for rejoicing rather than sorrow. At the same time it is not