પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૫૮ સુધારક પ્રવૃત્તિની અસર ધમ ઘણો વહેલો નાશ પામ્યા હોત. આજે હિંદુ ધર્મ મૃતપ્રાય છે. આપણા જીવનને એ સ્પર્શતા નથી. ઈશ્વર, આત્મા અને પુનર્જન્મ, એ ત્રણ ઉપર શ્રદ્ધા તે હિંદુ ધર્મનાં મુખ્ય લક્ષણ છે. અસ્પૃશ્યતાનો નાશ કરવાથી આ શ્રદ્ધામાં શે બાધ આવવાનો છે ? બંગાળી — - અસ્પૃસ્યાને ઉદ્ધાર કરવા માટે તેમનામાં આધ્યાત્મિક સંસ્કાર રેડવા જોઈએ. બાપુ - કાઈ એ એવા પ્રયત્ન કર્યો છે ? બંગાળી – અવ્યવસ્થિત રૂપમાં એવી કંઈક પ્રવૃત્તિ થઈ છે. બાપુ - સનાતનીઓએ તો નથી જ કરી. સુધારક સંપ્રદાયાએ કરી ગણાય. ઈંટ ઉપર ઈંટ ગોઠવીને ચણતર કરતા ઘણા સુધારક તમને જડશે. બંગાળી – રામાનુજે તો ઈંટ ઉપર ઈંટ ગોઠવી નથી. એમણે ભાંગફોડ કરી. બંગાળમાં આટલા બધા હિંદુઓ મુસલમાન કેમ થયા ? બાપુ- કારણ હિંદુ ધર્મના હાસની ક્રિયા શરૂ થઈ ચૂકી હતી. ચતન્ય પેદા ન થયા હોત તો આખા બંગાળ મુસલમાન થઈ ગયા હોત. ધર્મગુરુઓની શિરજોરી અને વહેમની સામે બૌદ્ધ ધર્મે માથું ન ઊંચક્યું હોત તો હિંદુ ધર્મના નાશ થઈ ગયો હોત. શંકરાચાર્યને પ્રચ્છન્ન બુદ્ધ કહે છે ને ? કારણ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો હિંદુ ધર્મ માં તેમણે પચાવ્યા. બુદ્ધ પોતાનું કામ કર્યું પણ તેના અનુયાયીઓમાં તેમના જેવી વિદ્વત્તા અને તપસ્યા નહીં હોવાથી બૌદ્ધ ધમની અવનતિ થઈ અને એ પણ આચાર્યોની ગુરુશાહીનો ધર્મ બની ગયા. બંગાળી પણ સુધારક પ્રવૃત્તિએ તો આપણા રાષ્ટ્રને બહુ નુકસાન બાપુ – આપણે જે સાચા થવું હોય તો જૂડની સામે બંડ ઉઠાવવાના સુધારો કરવા જ જોઈ એ. આગળ જતાં તેમાં અનિષ્ટો પેદા થાય એ જુદી વાત છે. પરંતુ સુધારે અનિવાર્ય હોય છે અને તેથી સારું જ થાય છે. તમારી સાથે બિલકુલ સંમત થઈ શકતો નથી. અસત્યની સાથે માંડવાળ કરવાનું મને સમજાવવું એ તો તમારે માટે પથ્થરની દીવાલ સામે માથું અફાળવા જેવું થશે. બંગાળી – આપણે બુદ્ધિ વડે સત્ય અને અસત્યના ભેદ પાડીએ છીએ. ખરી રીતે તો નિષ્ઠા અને આત્મસમર્પણ દ્વારા એ કરવું જોઈએ. આપણે આ પ્રાકૃત છવનની પેલી પાર જવાનું છે. માણસે દેવ બનવા