પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૫૯ વેદ એટલે શું? માટે અનેક જન્મ લેવાના છે. કોઈ પણ જ્ઞાતિનો માણસ જન્માન્તરે દેવ થઈ શકે. બાપુ - આ વિચારને આધારે આપણી પ્રવૃત્તિ ચલાવીએ તો તેમાંથી તો ઘર્ષણ પેદા થાય અને તે ઘર્ષણને ન્યાય કોઈ ત્રાહિત કરવાનો રહે. બંગાળી- પણ સત્ય એક જ છે. બાપુ- પણ એ ‘એક સત્ય’ તો અવર્ણનીય અને અગાચર છે. આપણી આગળ તો સાપેક્ષ સત્ય હોય છે. માણસ પોતાને સમજાય એવા સત્યપૂર્વ કે અમુક નિર્ણય ઉપર આવે પણ તે સાપેક્ષ સત્ય હોય છે. બંગાળી - તેથી જ શાસ્ત્રોની જરૂર પડે છે. બાપુ પણ શાસ્ત્રો કોને કહેવાં ? ફરી પાછા આપણે પાણીના બેલ માફક ત્યાં ને ત્યાં આવીને ઊભા રહીશું. બંગાળી – હિંદુઓ તો માને છે કે વેદ શાશ્વત સત્ય છે અને વેદમાં પરસ્પર વિરોધી એવું કશું હોઈ જ ન શકે. શાસ્ત્ર અને આત્મસાક્ષાત્કારનો મેળ હોય જ. દાખલા તરીકે કૃષ્ણમાં એ બંને વસ્તુને મેળ હતા. બુદ્ધની, બાબત જુદી ગણાય. બાપુ - હું ઈતિહાસને એ અર્થ કરતા નથી. બુદ્ધ હિંદુ ધર્મની અપાર સેવા કરી છે. બંગાળી – હિંદુ ધર્મ બૌદ્ધ ધર્મને માન્ય રાખતો નથી. બાપુ – પણ એ બુદ્ધને તો માને છે ના ? બંગાળી – એમ તો માણસ તપસ્વી હોઈ શકે પણ એની શક્તિ અને તપસ્યા શાસ્ત્રો સાથે સુસંગત ન હોય તો એ કલ્યાણકારી ન થાય. હિંદુ ધર્મમાં આત્મજ્ઞાનનું સત્ય છે. હિંદુ ધર્મનો આધાર વેદ છે. અને વેદ ઈશ્વરપ્રણીત છે. એટલે જ્યારે કેઈ રૂઢિનો આપણે ઈનકાર કરીએ ત્યારે તે વેદથી વિરુદ્ધ નથી એ આપણે બરાબર જેવું જોઈએ. બાપુ- પણ આત્મજ્ઞાનનું સત્ય એ કાંઈ હિંદુ ધર્મનો જ ઈજારા ન હોઈ શકે. આપણી પાસે જે ગ્રંથા છે તે જ વેદ, એવો અર્થ નથી. પણ વેદ એટલે અશરીરી વાણી એટલે કે પવિત્ર માણસનું અનુભવ- જ્ઞાન. તેથી જ મહાભારતમાં કહ્યું છે કે શાસ્ત્રો પવિત્ર માણસના જીવનમાં મૂર્તિમંત થાય છે. એટલે તમારે આ લખેલા શબ્દોની પાર જવું જોઈ શે. ચિંતામણિના કાગળ આવ્યો હતો કે કેટલાક પ્રસંગો એવા હોય છે કે જ્યાં મૌન એ સંમતિ ન હોય. મને તમારા ઉપવાસ પ્રસંગે ન બોલવામાં