પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

B. નિર્દોષ (વદય) ઈંડાં દૂધથી એાછાં નિષિદ્ધ કશા સત્યત્યાગ ન લાગ્યા અને લીડર’માં પૂના-કરાર વિષે કાંઈ લખ્યું નહોતું એટલે લોકોએ કંઈક અનુમાન પણ કર્યું હશે જ. એને પાછા જવાબ આપ્યો : I am not going to judge my friends. I can only convey to them my own feeling and leave them to correct them- selves where my different opinion may appeal to them. I am satisfied if by your action in Bombay you did no violence to your conscience. But I would like one promise from you. Even when you will not publicly oppose me, do warn me privately. The warning may produce no visible effect on me. But I am very receptive. Such warnings have always helped me." “ મારા મિત્રોનો ન્યાય કરવા હું બેસતા નથી. હું મારા અભિપ્રાય તેમને જણાવું છું. અને એ જે તેમને ખરા લાગે તો તેઓ એ પ્રમાણે સુધારો કરી લે. મુંબઈના તમારા કૃત્યથી તમારા અંતરાત્મા વિરુદ્ધ તમે કશું નક્કી નથી કર્યું” એમ તમને લાગતું હોય તે મને સંતોષ છે. પણ તમારી પાસેથી હું એક વચન માગી લઉં છું. જાહેરમાં મારો વિરોધ તમે ન કરો ત્યારે પણ ખાનગીમાં તો તમારે મને ચેતવવા જ જોઈ એ. એ ચેતવણીની મારા ઉપર કશી દેખીતી અસર ન પણ થાય. પણ મારું મન બહુ ગ્રાહક છે એટલે આવી ચેતવણીઓથી મને હંમેશાં મદદ થઈ છે.” એક કાગળમાંથી : મેં પોતે ઈંડાં લેવાની ના પાડી એ વાત સાચી છે, એમ છતાં હું માનું છું કે કેંડલીવર ઑઈલ નિષિદ્ધ છે, દૂધ એથી એાછું નિષિદ્ધ છે, અને તેથી પણ ઓછાં નિષિદ્ધ નિર્દોષ (વધ્ય) ઈંડાં છે. પણ કૉડલીવર ઑઈલથી લંકા ટેવાઈ ગયા છે અને ઈંડાંથી નથી ટેવાયા એટલે નિર્દોષ ઈંડાં પણ ત્યાજ્ય મનાય છે. પહેરણ માટે તેને કાટ આપવા’ એ વાક્યમાં પહેરણ માગવાની યોગ્યતા અધ્યાહાર છે. અને એ જ વાક્યનો બીજો અર્થ એ છે કે આપણી પાસે કોઈ જબરદસ્તીથી કંઈ પડાવી લેવા આવે ત્યારે એવા માણસની સામે થવાનો આપણો ધર્મ ન હોય તો એ ઝૂંટવવા માગે તેના કરતાં વધારે ઝૂંટવવા દેવું એ સરળ માર્ગ છે. એ બધાની પાછળ જે સુવર્ણ નિયમ રહ્યો છે એ તો અપરિગ્રહનો છે. અપરિગ્રહની પૂર્ણતાએ તો કોઈ પહોંચી