પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૧૧ અસ્પૃશ્યતાનિવારણના કામમાં જ્ઞાતિને ન લાવો શકતા નથી. પણ એ નિયમ સમજાઈ ગયો હોય તે યથાશક્તિ તેનું પાલન ઉત્તરોત્તર વધાર્યો કરવું જોઈએ.” કૃષ્ણન નાયરને : ૮ મેરી કોઈ નવી બાતસે ન ઘબરાનેકી આવશ્યકતા હૈ, ઔર જબ તક નયી બાત હજમ ન હો જાય તબ તક ન ઉસકા અમલ કરનેકી આશા હૈ. અંગ્રેજી શબ્દ assimilation (એસિમિલેશન)કા અનુવાદ ‘ હજમ કરના” કિયા હૈ. હમેશા બગૈર હજમ કિયે હમ જબ કિસીકી બાત પર અમલ કરતે હૈ' તબ યા તો ફેંસ જાતે હૈ, યા તો દુ:ખિત હોતે હૈ. જે ચીજ બુદ્ધિગમ્ય હૈ ઉસકા શ્રદ્ધાસે માનનેકી કોઈ આવશ્યકતા નહીં હૈ. ઐસા કરના માનસિક આલસ્યકની નિશાની હ.” પંચાનન તર્ક રતન સુમં મg, જીમં મg કરતા દાખલ થયા, અને હિંદુ ધમ ઉપર ભારે આફત આવી છે તેની વાત કરતાં ડોસાને ડૂમો ભરાઈ આવ્યા. બાપુએ એને સાંત્વન આપવાનો બહુ પ્રયત્ન કર્યો. ડો. મિત્ર - આરોગ્ય અને સ્વચ્છતા ઉપર ભાષણ કરનારા — આવ્યા. બાપુ - હું મારા સાથીઓને બીજા કોઈ કાર્યક્રમ સાથે બહાર મેકલું તો મેં વિશ્વાસભંગ કર્યો ગણાય. અસ્પૃશ્યતાનિવારણના કાર્યક્રમમાં રાટીબેટી-વ્યવહારની વાત આવતી નથી. એ બે કાર્ય ક્રમાને એકબીજા સાથે જોડી દેવાય નહીં. પણ તમારા કાર્યક્રમ તરીકે તમારે એ કામ કરવું હોય તો તમને હું રાકું નહીં. મિત્ર - જો બીજી રીતે સમાન દરજો ધરાવતા હો તો જ્ઞાતિને લીધે મારા અધિકારમાં ન્યૂનતા કેમ આવે ? બાપુ – પણ આપણે અત્યારે બીજો પ્રશ્ન ઉકેલવા મથી રહ્યા છીએ. આપણે તે પંચમ વર્ણને હિંદુ સમાજમાં સમાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ. દરેક વસ્તુ ઈશ્વરપ્રણીત હોવાનો દાવો કરવામાં આવે તો કોને માનવું એની ભારે મુશ્કેલી થાય. એક કૅલેજની છોકરી પોતાની કૅલેજના પ્રોફેસરની દુર્દશા જણાવે છે. એક કૅમ્બ્રિજના ગ્રેજ્યુએટ જે પોતાને નાસ્તિક તરીકે ગણાવતા હતા તે આજે સનાતનીઓને ટેકો આપવા નીકળી પડવો છે ! પૂનામાં મુશ્કેલી એ છે કે લોકોમાં સાચી ધાર્મિક વૃત્તિ નથી. વિજ્ઞાન થી એમાં પક્ષો ઊભા કરવામાં આવ્યા છે. તેમને સમજાવવામાં આવે છે કે ગાંધીની પ્રવૃત્તિ ધર્મનું સત્યાનાશ વાળનારી છે.