પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

392 સનાતનીઓને સાંભળીને જ જે કરવાનું હોય તે કરે મુંબઈના હિંમતરામ શાસ્ત્રી અને પછીથી ચિંતામણરાવ વૈદ્ય : શાસ્ત્રી - સનાતન ધર્મને અથ સુધારક શાસ્ત્રીઓ ન કરી શકે. એ લોકો તો આપણું પાલું તમારી આગળ ઢાંકવાનો પ્રયત્ન કરનારા. સનાતનીઓને સાંભળીને જ જે કરવાનું હોય તે કરો. આ વિષય રાગ- દ્વેષ છેડીને વિચારવાનો છે, તમે તો રાગ છોડતા નથી. બાપુ- હૃદય અને બુદ્ધિની ઉપર પ્રહાર કરવા એ - તમારું કામ છે. હું તો કહું છું કે જે કરીશ તે સત્યને વચમાં રાખીને કરીશ. હું તમને કહીશ કે વેદ, સ્મૃતિ, મહાભારત, રામાયણને માનું છું. પણ સાથે કહીશ કે બધાનો અક્ષરેઅક્ષર માનનારી નથી. ગીતાનાં અનેક ભાષ્યો વાંચ્યાં છે, પણ એમાં મારે મારી બુદ્ધિનો ઉપયોગ કરવો પડે ના ? અનેક માણસો નોખા નોખા અર્થ કાઢે છે તેનું શું થાય ? ગીતાનું તારતમ્ય એ અસ્પૃશ્ય- તાની વરુદ્ધ છે. શાસ્ત્રી – ગીતામાં પાપાનિ અને પુણ્યનિ છે કે નહીં? બાપુ - છે. શાસ્ત્રી - પાપાનિ એક પરિસ્થિતિ છે. તેમાંથી ત્રણ ગુણો તરીને ઉચે ચઢે ત્યારે એ પાપાનિ મ. જન્મ જન્મનાં નીચ કમને લીધે એ યોનિ પ્રાપ્ત થયેલી હોય. એ કુદરતે બાંધેલા નિયમાનુસાર છે. ગીતામાં પાપ અને પુણ્યનિ લખી છે તે શા સારુ ? ઉન્નતિ ક્રમસર થવી જોઈએ. સૌ પોતપોતાના ગુણ પ્રમાણે પોતપોતાની સ્થિતિ ભોગવે છે. મળ અાધારે જાય છે અને ખોરાક મુખમાં આવે છે. આજે વ્યવહારને માને. આજે શાસ્ત્રજ્ઞાન વગર આપ સમાજના એવો નાશ કરવા બેઠા છે કે સમાજ સે વર્ષ ઊઠી નથી શકવાનો. સ સારી સુખભગ, દ્રવ્યની લાલસા અને પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ સામે લડવાનું છે. હવે ઉતરાણુ સામી આવી છે. એક મહિનો લંબાવા, પછી ઘીના ઘડામાં ઘી પડશે. વૈશ્યની સાથે બ્રાહ્મણની બુદ્ધિના સ્વીકાર કરો. ચિંતામણરાવ વૈદ્ય અને આ શાસ્ત્રી કેઈ નાટકમાં સુંદર પાક તરીકે ઉતારી શકાય. પોતાનો જુગજૂના કાળા કાટ અને પાઘડી, મેલું ખાદીનું ધોતિયું અને પહેરણ પહેંરેલા ચિતામણરાવ પોતાના જ નાના નાના વિદો ઉપર બાળકની જેમ અટ્ટહાસ્ય કરતા હતા તેથી તેમને માટે સહેજે પ્રેમ ઉત્પન્ન થાય. સનાતની હિંદુ તરીકે વેદ, રકૃતિ આદિ ઈશ્વરપ્રણીત છે અને ઈતિહાસકાર અને વકીલ તરીકે એ બધા મનુષ્યપ્રણીત છે અને દેશકાલાવછિન્ન છે – એ વિધાનના બચાવમાં એ જરાય સંકોચ વિના એલ્યા જતા હતા.