પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

393 64 ભદ્ર ભદ્ર શાસ્ત્રી બાપુ કહે : ‘ દેવલ સ્મૃતિ કયારે લખાયેલી ? ” ચિંતામણરાવ કહે : “એ તમે પૂછો મા ! બધી સ્મૃતિ અનાદિ છે એમ માનવું એ જૂડી કલ્પના છે. વેદમાં એક દેવલ ઋષિનું નામ છે ! અને વેદના વસિષ્ટ અને સ્મૃતિકાળના વસિઝ એક જ છે. ઋષિઓ તે પાંચ પાંચ અને દશ દશ હજાર વર્ષ જીવતા એમ કહેવાય છે ના? જોકે વેદમાં તે સે વર્ષનું આયુષ્ય કહ્યું છે.” એમ કહીને ખડખડાટ હસતા હતા. કાયદો કરીને ધર્મ રૂઢિને બદલી ન શકાય, પણ તમે જે રીતનો સુધારો કરવા માગે છે. તેને માટે શાસ્ત્રાધાર કાઢી આપીશ” એવું બાપુને આશ્વાસન આપ્યું. સાંજે બાપુ કહે: ‘મને હસવું તો આવતું હતું પણ અંદર હું બળી રહ્યો હતો.” બીજો શાસ્ત્રી આની સરખામણીમાં સામાન્ય માણસ. એને એના દંભનું, અજ્ઞાનનું ભાન નહેતું, ચિંતામણરાવને તો પોતાની બેવડી સ્થિતિનું ભાન હતું એટલું જ નહીં પણ હિંદુ ધર્મની રક્ષા માટે એ આવશ્યક છે એમ એમને લાગતું હતું. આ બીજા શાસ્ત્રી તે પોતાના અજ્ઞાન જેટલું જ બાપુનું અજ્ઞાન માનતા હતા. એને જોઈ ને ભદ્રંભદ્ર સજીવન થતા હતા. એમની પાઘડી, એમનું “ સાપ વિયુ+ઑસ્તુ' શ્લોકનું જ વારંવાર ઉચ્ચારણ, બાપુને ગીતામાંથી અસ્પૃશ્યતા કાઢી આપવાની એની મુરાદ, છેવટે ઈન્ડિપેન્ડેન્ટ પેનને એમને એક ઉપગ, ધૂળથી ડાથે સાફ કરવા, ધેતિયું, કેટ બગાડવાં વગેરે રમણભાઈના આત્માને પણ ખુશ કરે એવું હતું. કાલે રાત્રે વઢવાણના કીરચંદે અઢારમી તારીખે અસ્પૃશ્યતાદિન કેવી રીતે ઊજ તે બતાવતાં પોતે કાઢેલી બે પત્રિકા મોકલી હતી. બાપુએ વાંચી. વાંચતાં વાંચતાં પેટ પકડીને હસ્યા, પણ એ પણ દિલના દાવાનળ સળગતા હતા તે ઢાંકવા કાજે. વેલભભાઈ રાજ કાંઈક ગંમત તો કરે જ. એ ગંમતનું સાધન એમને રોજની ટપાલમાંથી મળી રહેલું હોય છે. જમનાદાસ દ્વારકાદાસનો અકળાટથી ભરેલો કાગળ આવ્યો હતો તેમાં લખ્યું હતું કે અસ્પૃશ્યતાનું જ કામ કરવું હોય તો ‘ આ થથાને બંધ કરોની ! ” એટલે વલભભાઈ તે યાદ કરીને કહેવા લાગ્યા : “ હવે આ થોથાંને બંધ કરવાની ! ” બાપુ કહે : “ આ વઢવાણની પત્રિકાઓ બંધ કરાવે તો નવાઈ નહીં! ”