પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

398 વલ્લભભાઈના ઉકળાટ વિરાધની લીટી લીટીના શબ્દો બાપુ આંખ ચાળીને વાંચે, સાથીઓના કાગળો ઘણી વાર વાંચવાના મુલતવી પશુ ૨૨-૨'રૂર રાખે. રાધાકાંતની સલાહથી મંદિરમાં જનારાના જ મત લેવા જોઈએ એ રાજાને તાર કરી તેમને વલોપાત કરાવ્યા. કાલે એમ. કે. આચાર્ય ગોપાલમેનને પ્રસિદ્ધ કરેલી એક પત્રિકા મેકલી, એમ બતાવવા અર્થે કે મતગણતરી તો તમને મરતા બચાવવાના મુદ્દા ઉપર લેવાઈ, પણ મંદિરપ્રવેશ ઉપર નથી લેવાઈ. બાપુને બહુ દુ:ખ થયેલું, રાત્રે એની જ વાત કરતા સૂતેલા, મને વારી વારીને પૂછયું :

    • આની ઉપર જ મત લેવાયા હોય તો મતગણતરી રદ કરવી જ જોઈએ

ના ? ' મેં કહ્યું : “ આના ઉપર જ લેવાયા હોય એમ શા સારુ માને છે ? આ તો અનેક પત્રિકામાંની એક હોય, આ પત્રિકા કેાઈના જવાબમાં હાય. બધું અહીંથી ક૯પી લઈને ન ચાલે. આ ઉપવાસ જ બહુ વિચિત્ર સંજોગોમાં જાહેર થયા છે. હજાર માઈલ દૂર બેસી મતગણતરી કરાવવી અને પછી સાથીઓને વારે વારે ટોકવા એ બરાબર ન હોય.” ફરી પાછી બોલ્યા: “પણ લોકોને આટલી જ વાત સંભળાવવામાં આવી હોય તે તો મતગણતરી નકામી થાય ના ?' સવારે ગોપાળમેનન ઉપર કાગળ લખાવ્યા. તેમાં લખ્યું કે “તમે મુદ્દાને છાવર્યો હોય તો તે મતગણતરી રદ જ કરવી જોઈએ. મારે મારી ભૂલ કબૂલ કરવી જોઈ એ અને તેનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ !” મેં વલભભાઈને વાત કરી. વલભભાઈ ઊકળ્યા અને કહે : “ આમ તમે તમારા સાથીઓને અહી' બેઠા બેઠા સંતાપ એ બરાબર નડી. આ કાગળ નહીં જ મોકલાય. તમે એ આચાર્યની પત્રિકા ઉપર અભિપ્રાય ન બાંધો.” બાપુ માની ગયા એટલે મેં કહ્યું : “ એ હવે બરાબર થયું.” બાપુ કહે : “બરાબર તો નથી થયું, પણ જેમ સનાતનીઓને સંતોષ છું તેમ આ આપણા નવા સનાતનીઓને પણ સંતોષવા જોઈ એ ના? ” આ પછી એક કાગળ સવારે લખાવ્યા તેમાં લખાવ્યું : ઉપવાસ મુલતવી રખાવવા ઘણી વસ્તુઓ કામ કરી રહી છે.” અને પછી એ વાકય પાછું રદ કરાવ્યું, રખને એ વધારાપતી વહેલી આગાહી હોય એટલા માટે ! પણ બીજું કાંઈ નહી તો અહિંસાની દૃષ્ટિએ બાપુ