પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શાસ્ત્રીઓનો અખાડે ૩૫ ઉપવાસ બંધ રાખે તે આશ્ચર્ય ન થાય. બીજી તારીખે કાંઈ અસાધારણ અણધારેલી ઘટના બનવાના ભણકારા વાગી રહ્યા છે. સનાતનીઓ અને સુધારકાના અખાડે. બાપુ - હું તો બચ્ચાંની વાત પણ સાંભળતા આવ્યો છું તો શાસ્ત્રીઓની જરૂર સાંભળું. મે એ લોકોને થાડા પ્રશ્નો પૂછવા, એના જવાબ સંતોષકારક ન મળ્યા. એટલે મેં કહ્યું આપણું ન પડે. એટલે ડાયરેએ કહ્યું, કાંઈ તડજોડ થવી જોઈએ. પછી પરિષદની ગરબડ થઈ. પછી ૨૩મીએ આ ચર્ચા કરવાનું કહ્યું. મારા હૃદય ઉપર એનું જે પરિણામ થાય તે થવા દેવું એમ મેં કહ્યું. ઝઘડા કે હારજીતને સવાલ નથી. મારો ખ્યાલ તો એ હતા કે આપણે સૌ મિત્ર છીએ. ધમ- જિજ્ઞાસાથી આવ્યા છીએ. મારા દિલમાં વિશ્વાસ છે કે આ જ ભાવનાથી કામ કરવાનો છું. તમે એક જ છે એમ સમજીને વાર્તાલાપ કરે ધારૂરકર -જે અમારે તમને સમજાવવું હોય તે આ લોકોની અહીં શી જરૂર છે ? જોષી શાસ્ત્રીએ સમજાવ્યું કે આપણા સંવાદથી જે અસર એમના ઉપર થાય એ જોવાનું છે. ધારૂરકર - ત્યારે તમારે તો આને વાદવિવાદ કહેવા નથી અને છતાં વાદવિવાદ કરવો છે ? આ તો બે વચ્ચે વાદની અંદર મહામાજી નિર્ણય આપે એ વાત છે. એટલે મહાભાઇ નિર્ણય આપે અને પછી એમ કહેવાય કે સનાતની હાર્યા, હાર્યા ! બાપુ - આ તો તમે હું કહી રહ્યો છું એનો અનર્થ કર્યો. મને તો તમે જજ બનાવવા માગે છે. જજ બનાવશો તો તમે હારશે. પણ મારે તો જિજ્ઞાસુભાવે સાંભળવું છે. તમારા એટલે પણ આત્મવિશ્વાસ હોવા જોઈએ કે તમે ધર્મને વિષે મને જે સંભળાવશે તેની કાંઈક અસર મારા ઉપર થયા વિના નહી રહે. તમારામાં એ વિશ્વાસ હોવો જોઈએ કે તમે મને સત્ય સમજાવવા માગે છે. ધારૂકર - મારે તો તમારી સાથે વાત કરવાની છે. આ લોકોની સાથે અમારે વાત કરવી જ નથી. બાપુ - ભીરુતાથી ધમ સેવા શી રીતે થવાની છે ? લેક અનર્થ કરે છે તે તો ક્ષણિક વાત છે. મારા મનમાં શંકા નથી. શંકા હોય તો ઉપવાસ શેનો જાહેર કરું ? પણ મારામાં રાગ વ્યાપ્યો છે એમ તમે માનો છો તો તમે મારા રાગ કાઢી આપે.