પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

માટીના પૂતળાને શું મળવું ? ૩૫ meant to be copied by anyone else. It can be taken up when there is the clearest possible call from within." | 64 જાણે કશું બન્યું જ ન હોય એમ મને લખતા રહેશે. સંભવ છે કે તમને આ મારા છેલ્લે કાગળ હોય. એમ બને તો એટલું ધ્યાનમાં રાખજે કે મારી આશા એવી છે કે તમે કોઈ દિવસ આશ્રમ પ્રત્યે ખેંચાએ અને તમારે વિષે મેં જે આશાઓ બાંધી છે તે પૂરી કરી. હું માનું છું કે મારા ઉપવાસનું તે તમે બરાબર સમજ્યા જ હશે કે ઈશ્વરે આ મને એક વિરલ લહાવા આપ્યા છે. એટલે તેનું દુ:ખ માનવાનું નહીં પણ તેમાં રાચવાનું જ હોય. તેની સાથે એટલું સમજી લે કે કેાઈ એ એનું અનુકરણ કરવાનું નથી. અંતરમાંથી ખૂબ જ સ્પષ્ટ અવાજ આવે તો જ એ થઈ શકે.” દરબારી સાધુને :

    • મને ધાસ્તી છે કે હવે કદાચ આપણે ન મળી શકીએ. છતાં તમે માગણી તો કરજો જ. મારાથી બોલાવી શકાશે તે બેલાવી લઈશ. પણ ન જ મળી શકાય તો સમજજો કે માટીના પૂતળાને મળીને કાંઈ સાર નથી નીકળતા. મળવાનાં તો મનની સાથે મન અને હૃદયની સાથે હૃદય હોય છે; અને એ તે જગતને સામસામે છેડે બેઠા છતાં પણ એક ક્ષણની અંદર મળી શકવાની શકિત ધરાવનારાં છે. અને જ્યાં એના મેળાપ નથી ત્યાં માટીનાં પૂતળાં અડોઅડ અને ચસોચસ મળેલાં હોય છતાં મન ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેટલું અંતર ધરાવતાં હોય. એટલે માટીના અડેઅડ મેળાપની કાંઈ જ કિમત નથી રહેતી. પણ માટીના પૂતળામાં જીવ હાલચાલ કરી રહ્યો હોય છે ત્યારે જ આપણને મળવાનું ગમે છે. એનું જ નામ મોટામાં મોટા મેહ છે અને એ ન નીકળી જાય ત્યાં લગી આપણે લોખંડના કરતાં પણ કઠણ બેડીથી બંધાયેલા છીએ. પણ આટલું બુદ્ધિથી જાણવાથી કાંઈ વળતું નથી. એ હૃદયમાં ઊતરવું જોઈએ. અને એ જ્ઞાન જેના હૃદયમાં યુ" છે તેને બધું મળ્યું. પણ એ જ્ઞાન મેળવતાં કેટલાય જન્મારા જાય અને તે થોડા જ હાય. તેથી ગીતાને વનિ છે કે કર્તવ્ય કરતાં કરતાં શરીર ઘસી નાખવું. અનાસક્તિ અથવા નિર્મોહતા એમાંથી જ પેદા થઈ શકે. ” e બિરલાને તાર કરેલે તેમાં ‘‘ અહીંથી હું કશી સૂચના ન આપી શકુ'એમ લખેલું, એ અહીંની સરકારે પાસ કર્યું", પણ બંગાળ સરકાર કે ત્રીજી કોઈ સરકારે કાઢી નાખ્યું. અને “ અહીંથી ” તો ન જ છપાયું – ન