પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૭૦. _દિલની જવાળા એ બધા જવા તૈયાર થતા હતા ત્યાં બાપુએ એમની આગળ દિલની જવાળા કાઢી : “તમે મને અસત્યવાન અને દંભી ધારતા હો તો તમે મારો ત્યાગ કરો. તમે મને સમજાવવા આવે છે એ તમે ધર્માચરણ કરી છે. મારી આગળ તમે મને કહે છે કે તમારી સત્યનિદાને લીધે આવીએ છીએ અને પાછળ તમે કહો હુ’ પાખંડી અને અસત્યાચરણી છું એ તમને નથી શોભતું. હાં, એક શરતે તમે મને પાખંડી માનતા હો તોપણ આવી શકે છે, તે એ કે તમે મારા પાખંડ ટાળવા અને મને સત્યને પંથે લઈ જવાના શુભ હેતુથી આવે. પણ તેના સમય આજે નથી. આજે તો તમે મારે માટે પ્રાર્થના કરજે અને પછી સમય આવે ત્યારે મારા પાખંડ ટાળવા આવજે. એટલે આજે તમારી પાસે હું જાણી લેવા માગું છું કે તમે શી ભાવનાથી અને શા સારુ અહીં આવો છે.” ધારૂકર શાસ્ત્રી તો બોલવા લાગ્યા: “ના, ના; તમારી સત્યનિષ્ઠામાં અમને સંપૂર્ણ વિશ્વાસ છે, એટલા માટે જ અમે આવીએ છીએ.' જોકે ડાયરેએ તો કહ્યું કે આ સંદેશો મોકલીને બીજે દિવસે મહાત્માજીએ પાછો ખેંચી લીધા એ વાત તો હું હજી પણ કહું છું. હરિભાઉએ ડાવરેને સખત ખખડાવ્યા એટલે એ ચૂપ રહ્યો. માતીબાબુ આ કાવાદાવા જોઈ ગયા અને બાપુને કહ્યું : “ એ લોકો મારી નિષ્ઠાને લુષિત ન કરી શકે, એના હૃદયમાં ગમે તેટલો મેલ હશે પણ તે મારા હૃદયને સ્પર્શ ન જ કરી શકે.” એક બ્રહ્મચર્યના પ્રયાસ કરનારને લખ્યું : & થયેલા દોષમાંથી શિક્ષા લેજો. . . . બહેન ૨૬-૨'૩૨ સાથે એકાંત સેવન ન થાય. ઝીણા નિયમોનું પણ કડક પાલન કરજો. ઇંદ્રાસન મળતું હોય તોયે જુ ડું ન બાલો. અનશન લઈને મરવું કબૂલ કરજો, પણ સ્ત્રીસંગ ન કરતા.” ! - નરદેવ શાસ્ત્રીએ પણ હાલનાં પગલાં વિષે વિરોધ કર્યો હતો. તેને લખ્યું : a « મેરા બંદીવાન રહના ઔર હરિજનાંકા કામ કરના ઉસીમે સબ શ કાકા સમાધાન હો જાતા હૈ. અધિક લિખના મર્યાદાકે બાહર હોગા. કા કોંગ્રેસકા આદમી ઇસ કામમેં જીત જાનેકે લિયે બાધ્ય નહીં હૈ. કોઈ અસ કાર્ય કે લિયે સ્વધર્મ ન છોડે.”