પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

આચરણ ઉપરથી ગીતાની પરીક્ષા ૩૭૧ * એક વર્તુલ બના લે, ઔર કિસીકો પૂછો ઉસકા આદિ કહ, અંત કહાઁ ? યદિ વર્તુલ સહી બના હોગા તો કોઈ બતા નહીં સકેગા. યદિ મનુષ્યકૃતિકે લિયે યહ સહી હૈ તો ઈશ્વરકૃતિકા કયા કહા જાય? મેં તો તુમ્હારે પ્રશ્નો'કા ઉત્તર દેને કે લિયે અસમર્થ હૈં. કયોકિ કાઈ ઉત્તર સંપૂર્ણ નહીં હૈ.' . . .ને : “તું ગીતાનું મનન કરનારો છે. શુદ્ધચત્ત સદાય પ્રસન્નચિત્ત રહેવા જોઈએ એ તું જેશે.” . . ને : “ તું ચિંતા છોડી શકે તો હું તુરત છોડું. અત્યારે તારી ગીતાની પરીક્ષા થઈ રહી છે એમ તું જાણે છે ના? તને અર્થ સુધ્ધાં ઉચ્ચાર આવડે, કંઠ પણ કરે તેથી તું ખરી રીતે પાસ થઈ ન ગણું. મીતાને અમલમાં મુકાય તે પ્રમાણે દોકડા મળે. રેંટિયાશાસ્ત્ર પટપટ મેઢે બાલી જાય છે તેને જાણનાર નહીં, પણ તેને અમલમાં મૂકનાર એટલે પી જનાર-કાંતનાર ખરી જાણનાર. એ જ પ્રમાણે ગીતા છે. બધા મંદવાડનું એ ખરું ઔષધ છે. એ ઔષધ તું બરાબર વાપરે તો મને તારે વિષે બહુ ચિંતા ન રહે.” e બારડોલીના આશ્રમનાં મકાન વેચવા કાઢયાં છે એની ખબર આજે આવી. વલ્લભભાઈ કહે : “ સારું છે વેચાઈ જાય છે. આપણા હાથમાં સત્તા આવશે ત્યારે એ બધાં પાછાં આપ્યું જ છૂટકો છે. સત્તા ન આવે તો આ બધાં એમનાં મકાનો (જેલ)નો કબજો આપણી પાસે પડેલા જ છે ના?’ મેફરેની સાથે : બાપુ - પિસ્તાળીસ વર્ષ થયાં જે વિચારો હું મક્કમપણે ધરાવી રહ્યો છું તેમાં ફેરફાર કરાવવા એ કંઈ રમતવાત નથી. દરેક ૨૬-૨-'૩૨ વસ્તુ હું ખુલ્લા મનથી સાંભળું છું. બધી ચર્ચાઓ બંધન વિનાની હોય છે. પરિષદને લીધે ઉપવાસ વિષે મારે અભિપ્રાય બલાવાનો પ્રશ્ન જ નથી. ગોપાલન તરફથી સમાચાર આવ્યા છે કે મતો માટી સંખ્યામાં અમારી તરફેણમાં છે. પણ એ વિષ વધારે સમાચાર કાલે આવશે. પ્રશ્ન - ત્યારે બીજી જાન્યુઆરીનો કાર્યક્રમ નક્કી છે ? બાપુ - હું બીજી જાન્યુઆરીએ શું કરીશ તે કશું મારા મનમાં નક્કી નથી. સરકારી યાદી તે એવી બહાર પડી છે કે હિંદ સરકાર પોતાના નિર્ણય જાન્યુઆરીની અધવચમાં આપશે. શાસ્ત્રીઓની પરિષદમાંથી ખાસ