પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૭૨ શાસ્ત્રચર્ચા કંઈ પરિણામની હું આશા નથી રાખતા; સિવાય કે મને એટલો માનસિક સંતોષ મળશે કે મારા વિરોધ કરનાર કાઈને મેં પાછા નથી કાઢ્યા. પરિષદ પૂરી થઈ ગયા પછી એક નિવેદન બહાર પાડવાનો મારો વિચાર છે.. શાસ્ત્રચર્ચા : ધારરકર પક્ષ કહે છે કે અમારા પ્રતિપાદનોના દોષો અમારી આગળ બતાવો એટલે અમે તમને જવાબ આપીએ. બાપુ – મારે હવે તમારી પાસે કાંઈ સાંભળવું નથી. તમે જે લાવી, આપ્યું છે તે પૂરું વાંચી જઈશ. પછી વૃદ્ધહારિત સ્મૃતિમાંથી મદ્રાસી. પંડિતે વાંચી સંભળાવ્યું. અને કહ્યું કે વિવિધ પ્રકારની શુદ્ધિ કરવી પડે છે. બાપુ - એટલે અસ્પૃશ્યો ત્યાં જઈ શકે છે તો ખરા. પણ પછી શુદ્ધિ કરવી પડે છે. શાસ્ત્રો – પણ પ્રાયશ્ચિત્ત બતાવ્યું એટલે નિષેધ તો છે જ. બાપુ – આપણે ત્યાં કાઈ આવે- મુસલમાન વગેરે – તો આવવા દુઈ એ, અને તેને જણાવ્યા વિના ઘરમાં શુદ્ધિ કરી લઈ એ. પણ તેને આવવાનો તો પ્રતિબંધ નથી જ હોતા. મારું કહેવાનું એ છે કે આમાં એ લખ્યું નથી કે આ માણસે મંદિરમાં આવ્યા કે એને કાઢી મૂકો. મેં બીજી એ પણ જોયું છે કે બાહ્ય ચિહ્નોથી સૃષ્ટાસ્કૃષ્ટિના વિચાર કર્યો છે. પણ વ્યભિચારી અને ખૂનીનું શું? વ્યભિચાર કરવાવાળા પણ હવેલીઓમાં જતા જાણ્યા છે. એ માણસે અસ્પૃશ્ય નથી? એને પ્રવેશ અશુદ્ધિ કરે છે એટલું તે ખરું જ ને? કર્મથી અસ્પૃશ્ય હોય તે તો સ્પૃશ્ય થઈ શકે છે ના? e શાસ્ત્રી – પણ કમથી અસ્પૃશ્ય અને જન્મસિદ્ધ અસ્પૃસ્ય એમની ભ્રષ્ટતામાં કાંઈ ભેદ નથી. બાપુ -પ્રાયશ્ચિત્ત કાને કરવાનું છે ? ચંડાળે કરવાનું, કે સ્પૃસ્યાએ પ્રાર્યાશ્ચત્ત કરવાનું ? : વૈદ્ય- વૃદ્ધહારિત સ્મૃતિ અઢાર માન્ય સ્મૃતિમાં નથી. આ પછી સનાતનીઓએ વૈદ્યના સવાલના જવાબ આપ્યા. તેમાં એમને ઠીક છક્કડ ખવડાવી. | આનંદશંકર દૂર બેઠા બેઠા તમાશા જોયા કરતા હતા. ડાસ ગાથાં ખાતા હતા તેમાં એની વહારે ન ધાતાં, ખડખડ હસતા હતા. આપણા પક્ષ આજે જાણે અવ્યવસ્થિત લાગતા હતા, જ્યારે સનાતનીઓના સમૂહ વ્યવસ્થાબદ્ધ હતા. સનાતનીઓ બાપુના સવાલનો જવાબ ન દઈ શકો, પણુ વૈદ્યને તો પછાડવા અને બતાવી આપ્યું કે “ ધૃણાસૃષ્ટિર્ન વિદ્યતે”