પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સત્યાગ્રહની ચમકારશક્તિ વાળા શ્લોક અપૃસ્ય વિષે નહીં', પણ સામાન્ય જનસમૂહને માટે છે અને શૌચ પ્રકરણને અંગે છે. - અસ્પૃસ્યાને કાઢી મૂકવાની કયાંય વાત નથી, એ બાપુના વિધાનના શાસ્ત્રીએ જવાબ ન આપી શકયા. - વૈદ્યની સ્થિતિ ભારે દયાજનક હતી. પછડાયા છતાં, હું જવાબ આપીશ, જવાબ આપીરા એમ કહ્યું જતા, લૂલા બચાવ કરતા જતા હતા, અને છેવટે દિવસને અંતે જ્યારે સુધારક શાસ્ત્રીઓને બીજે દિવસે એક સંયુક્ત જાહેરનામું ઘડવાને નોતરવામાં આવ્યા, ત્યારે બાપુને કાનમાં કહે છે : “ મારાથી કાલે નહીં આવી શકાય; અને આવું તાપણ મારાથી જાહેરનામા ઉપર સહી ન કરાય કારણ કાયદો કરવાની બાબતમાં મારી જુદી જ સ્થિતિ છે '! વળી કહે છે કે “ આગમયી થયેલાં મંદિરોમાં હરિજનપ્રવેશની તરફેણમાં હું નથી” ! જોકે આજ સુધી એની તરફેણમાં દલીલ કરતા રહ્યા છે ! . . . બાપુને સવિનયભંગ મુલતવી રાખવાનું સમજાવવાને આવ્યા છે એવું સાંભળ્યું હતું, પણ બાપુ કહે: k એવું વાકય એકે એની પાસેથી ન સાંભળ્યું. માત્ર એક વાર એણે એમ કહ્યું ખરું કે “ તમે બહાર નીકળ્યા છે તે ઓટાવા બિલની ઉપર તો તમે કેવી લડત આપી શકે ? . . .નું બિચારાનું શું ગજું ? દાંડીની કુચ વખતનાં આપનાં ભાષાએ મને હલાવી મૂકેલા. તેમ તમે આ વેળા બહાર હો તો આ બિલ ન થઈ શકે.' e “ મેં એને સમજાવ્યું કે હું બહાર નીકળું એટલે એ બિલની સામે લડવાની શક્તિઓ ખાઈને નીકળેલ હોઉં એ તમારે સમજવું જોઈ એ. મે' એને એ પણ સમજાવ્યું કે આજે લોકોમાં જે ખળભળાટ પેદા થયો છે એનાં બે કારણ છે : (૧) લોકો ડરી ગયા છે અને હવે કશું કરવાનું સૂઝતું નથી (૨) લોક સત્યાગ્રહનો ચમકાર સમજ્યા નથી. હું પોતે હજી એને પૂરો ચમકાર નથી જાણતા, તો બિચારા લોકો તો શી રીત જાણે ? સત્યાગ્રહ લઈને હું જમ્યો નહોતો. એ વસ્તુનો મારા જીવનમાં દિન પ્રતિદિન વિકાસ થતો ગયા છે અને થતો જાય છે એટલે એની નવી નવી શક્તિ હું અનુભવતો જાઉં છું, એટલે મારી શ્રદ્ધા અને વિષે વધતી જાય છે. પણ એની પૂરી ચમત્કારશક્તિની અવધિ તો મારી પણ જાણુની બહાર છે. આજે જે મૂઝાઈ રહ્યા છે તેમાંના જે બહાદુર છે તે એક જ વાત જોશે કે આ માણસ પોતે તો હજી જેલમાં જ પડી છે, અને જેલમાં પડીને જે થાય તે કરે છે. જે થાકયા છે તે એમ જોશે કે આ માણસ હવે બીજું બધું કામ છોડીને કેવળ અરપૃસ્યતાનું કામ લઈને બેઠે છે.”