પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૭૪ ધમમાં કાયદાથી સુધારો થઈ શકે ? આ પછી બાપુ કહે f“ મને છોડાવવાના પ્રયત્ન કરનારને તો આ મુલાકાતમાંથી કશું ન મળે, ઊલટો . . . તો એમ રિપાટ આંપી શકે કે આ તો જે હતો તેવા ને તેવા છે અને એના વિચારમાં જરાય ફેર પડયો નથી, અને કોઈ પણ પ્રકારની શરતે બહાર નીકળવાની વાત જ સાંભળવાને તૈયાર નથી.” આપણા શાસ્ત્રીઓની સાથે બાર વાગ્યે વાતચીત. વાસુકાકાના - કાગળ કે હાલ મંદિરપ્રવેશની વાત બંધ રાખો. ૨૭–૧૨–'રૂ૨ બાપુ - રિલિજ્યસ એન્ડાઉમેન્ટ ઍક્ટ જ - આપણા ધર્મની બાબતમાં દખલ નથી દેતો ? તે પછી કાયદાનો વિરોધ કરવાની શેની વાત કરીએ ? સારડા બિસુના જેવી આ રિલિજ્યસ એન્ડાઉમેન્ટ ઍક્ટની વાત નથી. સંમતિવયનો કાયદો થઈ ગયે તે ચાલુ પ્રથામાં દખલગીરી કરવા માટે હતો. આજે જે કાયદે ચાહીએ છીએ એ તો એવી પ્રથામાં દખલ કરવા માટે નહીં, પણ જે કાયદો દખલ કરનારી છે તે કાયદાના સુધાર માટે છે. ] e આનંદશંકર – સંમતિવયનો કાયદો એ પણ કાનુનનું પરિવર્તન હતું, તો આપ શો ભેદ કરે છે? એટલે તિલક મહારાજ જેવા જે સંમતિવયના કાયદાની વિરુદ્ધ થયા હતા તે આની પણ વિરુદ્ધ થશે. બાપુ - સંમતિવયનો કાયદો થશે ત્યારે લોકોની આગળ ધારાસભાનો કાઈ કાયદો કે કાનૂન નહોતા, જેની રુકાવટ દૂર કરવા માટે એ થયું. એ કાયદો તો હિંદુ ધર્મમાં સુધારો કરવાને માટે હતા, જ્યારે આજે જે કાયદો ચાહીએ છીએ તે ચાલુ કાયદો સુધારવા માટે છે. - હું તો સંમતિવયના કાયદાની વિરુદ્ધ થવા વાળાને પણ કહે કે હિંદુઓના હાથમાં પૂરી સત્તા હોય તો તેમને હિંદુ ધર્મમાં સુધારો કરવાનો હકક છે. આનંદશંકર – તો તો હિંદુઓના હાથમાં સત્તા આવે ત્યાં સુધી તમે રોકાઈ ન જાઓ ? બાપુ - હા; મને કાઈ આજે બતાવે કે આજના પ્રાન્તિક અને વડી ધારાસભાના હિંદુ સભ્ય આ કાયદાની વિરુદ્ધ છે. તો આ કાયદાની વાત હું છોડી દેવા તૈયાર છું. શાસ્ત્રીઓની પાસે જાહેરનામું લેવાને માટે બાપુએ મુદ્દા લખી આપ્યો: (૧) અસ્પૃસ્યાની સાથે જે વર્તાવ સવર્ણો રાખે છે તેને માટે હિંદુ ધર્મમાં શાં પ્રમાણ છે ?