પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૮૦ દલીલ જડે તે પહેલાં પ્રતીતિ તડજોડ કરો છો. તમે હૃદયથી જ દોરાઓ છા, બીજા કશાથી નહીં.' મારા જેટલા બહુ ઓછા હૃદયથી દોરવાતા હશે. . રાજાજી - મને તો લાગે છે તમે બુદ્ધિથી દોરાઓ છે. બાપુ – હા; એનો અર્થ એ કે મારી બુદ્ધિ હદયને અપીલ કરે છે. મને એક વાર ગોખલેએ પૂછેલું, કે તું એટલું કબૂલ કરશે કે નહીં, કે તને દલીલો જડે તે પહેલાં તારી પ્રતીતિ થઈ ગયેલી હોય છે ? મે કહ્યું, હા, એકાદ શ્યાછવાયા શબ્દની હદય ઉપર અસર થઈ જાય છે, અને દલીલ પાછળથી કામ કરે છે. | આ બાબતમાં તમારા જાણવામાં આવી હોય તે કડવામાં કડવી હકીકતે તમારે મને કહેવી પડશે. રાજાજી – ત્યારે હું કહું કે લેકે આ પગલું લેવા તૈયાર થયા છે તેની પાછળ દબાણ છે. લોકોના અંતરાત્માને જાગ્રત કરવા માટે ઉપવાસની પણ હદ હોય છે. તમે તો ઉપવાસને ભાજીમૂળા કરી મૂક્યા છે. ' બાપુ - જે વસ્તુ આવશ્યક છે તે ભાજીમૂળા કહેવાય જ નહીં. રાજાજી – તમે અપા વિષે ઉપવાસ કર્યો તે કોઈને ગમ્યા નહોતા. બાપુ – કારણ કે કાઈ બધી વિગત જાણતું નહેાતું. બધી હકીકત હું લોકે આગળ મૂકી તો શકું નહીં. તેનાં પરિણામ તમને પણ કહી શકતા નથી. જો હું કહી શકું તો તમે સ્વીકારશે કે એ ઉપવાસ તદ્દન આવસ્યક હતા. રાજાજી - તો તો એ ચેપી રોગ કહેવાય. બાપુ – આવી દલીલ કરનારા ઉપવાસની શી અસર થાય છે તે જાણતા નથી. આધ્યામિક ઉપવાસની આધ્યાત્મિક અસર તો લેકે સમજે તે કરતાં ઊડી હોય છે. ઉપવાસ બહુ અદસ્ય રીતે કામ કરે છે. લોકોને તે ખળભળાવી મૂકે છે અને ઘણી વાર તે લેકામાં એને લીધે ભારે જાગૃતિ આવી જાય છે. એમ થાય છે એનું કારણે એની પાછળ તપસ્યા હોય છે. શાસ્ત્રોમાંની જે વાત મને સમજાઈ જાય તે હું એકદમ અમલમાં મૂ કું છું. આ તપસ્યાની અસર મારા સંસર્ગમાં ન આવ્યા હોય એવા માણસ ઉપર પણ થાય છે. રાજાજી – તમે તો ગૂઢ વાતમાં ઊતરી પડ્યા. બાપુ - એ વસ્તુ ગૂઢ જ છે. તમે જાણો છો કે અધ્યાત્મના યાત્રીને શંકાકુશંકાના કેટલા કાઠામાંથી પસાર થવું પડે છે ? રાજાજી – કોઈ પણ વસ્તુને સાચી ઠરાવવા માટે કોઈ પણ માણસ શાસ્ત્રનાં વચન ટાંકી શકે.