પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ગુરુવાયુરના ઉપવાસ માટે રાજાજી જવાબદાર ૩૮૧ તમે ચિનગારી મૂકી છે. હવે એને જરા અવકાશ આપો. બાકી આવી ગૂઢ ભાષામાં તમે વાત કરશો તો તો એનો અંત નહીં આવે. બાપુ- આવી વાતો હું તમારી જ સાથે કર્યું. કાંઈ બધાની સાથે થાય છે ? વિલાયતમાં એક શુક્લ કરીને હતો તે માંસાહારની ઉપયોગિતા સમજાવવા માટે મારી સામે બેન્થમનાં થોથાં લઈને દલીલ કરવા મંડ્યો હતા. મેં કહ્યું હું તમારી સાથે દલીલમાં નથી ઊતરી શકતા. પણ અર્થી એમ નથી. મને નથી લાગતું કે મેં ઉપવાસ સસ્તા કરી મૂકયા છે. મને તો જ્યારે હૃદય કહું છે કે આમ તારે કરવું જ જોઈશે ત્યારે હું તેમ કરું છું. તમે જાણો છો કે આ ગુરુવાયુરના ઉપવાસ માટે મૂળ જવાબદાર તો તમે જ છે ? મેં (મહાદેવભાઈ) કહ્યું – વલ્લભભાઈ તે હંમેશાં કહે છે કે રાજાજીએ આ ઉપવાસ વળગાડ્યા છે. - પછી બાપુ બધા સંજોગો સમજાવે છે અને રાજાજીને કહે છે : “ તમે સને કહ્યું કે કેલપનને બચાવવો જોઈએ. મેં તાર કર્યો. એ તાર પણ તમારી જ પ્રેરણાથી કર્યો હતો. તમે જ કહેલું કે તાર તકાળ કરવા જોઈ એ. મને જે મારું અભિમાન હોત તો તો હું બુદ્ધિનો ઉપયોગ કરત, પણ હું તો દરેક ક્ષણે ઈશ્વર જેમ કરાવે તેમ કરુ’ છું. જ્યારે ગાળમેજીમાં મેં કહેલું કે અલગ મતદારમંડળાને હું જીવ સટાસટ સામનો કરીશ ત્યારે મારી એ પ્રતિજ્ઞાનું પાલન હું શી રીતે કરીશ એ હું જાણતા નહોતા.” કેમ્પને પૂછયું – કેટલાય મિત્રો આ ઉપવાસનું અનુકરણ કરવાની ધમકી આપી રહ્યા છે તેથી મારા ઉપવાસ હું છોડી દઈ શકુ ખરા ? બાપુ - ના રે ના. પણ તમને આટલું કહું, રાજાજી જે કહે છે તે તમને ખરું લાગતું હોય તો તમે ઉપવાસ છાડી દઈ શકે. હું તો કહું, હું ઉપવાસની વાત છેડી શકતા નથી, મુલતવી રાખું ખરા. ફરી એના સંજોગ આવે એટલે કરું. પણ તમે ઉપવાસ તો જ છોડી શકે, જે આ ઉપવાસની પાછળ જે આધ્યાત્િમક અથ મને લાગે છે તે તમને ન લાગતા હોય. આજે સવારે બાપુ કહે: ગાળમેજીમાં જે થયું છે તે આ જમાનાનું મોટામાં મોટું કર્યું છે. એનું કારણ એ નથી કે ત્યાં ૨૬–૨–'રૂર ગયેલા માણસે ખાલી હાથે આવતા છતાં માને છે કે કાંઈ લઈ ને આવે છે, પણ એ લોકોએ ગોળમેજીમાં ભાગ લી એ જ મહા કરુણ હતું. એ લોકોએ ત્યાં જઈને આરંભ કરતાં જ કહેવું જોઈતું હતું કે જ્યાં સુધી મહાસભાના પ્રતિનિધિ નથી આવ્યા અને