પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

३८२ અસ્પૃશ્યતાનિવારણને આંતરિક અથ કેદીઓ છૂટ્યા નથી, અને ફતવારા ચાલી રહ્યું છે ત્યાં સુધી અમારોથી આમાં ભાગ ન લઈ શકાય. એ ન કર્યું અને ભાગ લીધો, પછી આજે એ લોકો શું કરી શકવાના છે ? આ લડતના પાંચેક વર્ષ સુધી તો હું અંત નથી જોતા.' કેલપ્પનની સાથે વાતા : | કેલપ્પન - મારા બાજામાં ભાગ પડાવવાનું મેં કહ્યું ત્યારે મેં ઉપવાસની વાત નહોતી કરી. બાપુ-બીજઓએ પોતાનાથી જે અપાય તે આપ્યું. મારી પાસે ઉપવાસ સિવાય શું આપવાનું હતું ? તમારે એટલું તો સમજવું જ જોઈતું હતું કે હું આવી જ કોઈ રીતે ભાગ પડાવી શકું. આમાં કશુંય ખોટું નથી થયું. જેમ જેમ હું વધારે વિચાર કરું છું તેમ તેમ મને લાગે છે કે મેં જે મેં ઝવણ ઊભી કરી છે તે આવશ્યક હતી. હિંદુ ધર્મ મારી નજર સામે મરી રહ્યો છે. એને જે સજીવન કરવા હોય તો મારાથી બીજું શું થાય? આજે મારી અંદર શું ચાલી રહ્યું છે તે તમે જાણતા નથી. તમે રાહ જુઓ, તપાસતા રહો, અને સહન કરી. મારે ઉપવાસ કરવા પડે તે તમારે સહન કરવું જોઈએ. આજે તો ઉપવાસ મુલતવી રહ્યા છે. ભવિષ્યના ગભમાં શું હશે તે હું જાણતા નથી. ઉપવાસ અનાવશ્યક પણ હોય; અથવા તે મને એવું ઊગી જાય કે ગુરુવાયુરને માટે ઉપવાસ કરવા એ તો મૂર્ખામી છે અને શક્તિનો દુર્વ્યય છે. તમને હું જે મૂંઝવણ કરાવી રહ્યો છું તેમાંથી તમને કાંઈક સારું જ મળશે. ગઈ કાલના રાજાજીના પ્રશ્નોએ મને વિચાર કરતા કરી મૂકયો છે અને મારું નિવેદન કાંઈ વિચિત્ર સ્વરૂપ લે એવું લાગે છે. પણ તમારે તો આ વાત અહીં જ રહેવા દઈ કામ કરવા મંડી પડવાનું છે. ઉપવાસના તથા અસ્પૃશ્યતાનિવારણની અને મંદિરપ્રવેશની લડતને આંતરિક અર્થ સમજવાનો પ્રયત્ન કરો. મને તો લાગે છે કે આપણે સાચે રસ્તે અસ્પૃશ્યતાનું નિવારણ કરીએ તો તેમાં હિંદુ સમાજની મુક્તિ છે. નહીં તો સવણ હિંદુઓ અને કહેવાતા અસ્પૃસ્યો વચ્ચે તુમુલ યુદ્ધ થવાનું છે. અસ્પૃસ્યા ઝનૂનથી અને દ્વેષથી લડશે. અને નિરાશામાં આવી પૃથ્વીની સપાટી ઉપરથી હિંદુ ધર્મનો નાશ કરવાના પ્રયત્ન કરશે. તેઓ હિંદુ ધર્મનો ઇનકાર કરવાના નથી. તેમ બીજો ધર્મ પણ અંગીકાર કરવાના નથી. પણ ઈશ્વરનો ઇનકાર કરશે. બ્રાહ્મણ-અબ્રાહ્મણના ઝધડા કરતાં આ ઝધડા વધારે ભયંકર થશે. કારણ અસ્પૃસ્યાને વધારે દર્દી લાગે છે. મારા ઉપવાસ આવો ઝઘડા અટકાવે. જોકે હું જાણતા નથી. કદાચ એની અસર ન પણ થાય. પણ હું આ ઉપવાસ શોધવા