પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અનુષ્ઠાન કરનારા આજે કેમ જાણ્યા ? ૩૭ વલભભાઈ- એ કઠેરા શા સારુ ઉખેડી નાખતા નથી? બાપુ - તમારા મનમાં તો જાણે એ અહિંસામાં જ ખપે કેમ? વલ્લભભાઈ – એ કઠેરા કયાં કાઈ ને ઉખેડીને મારવાનો છે ? ઉખેડીને ફેંકી દેવાની વાત છે ! એ શાસ્ત્રીએ પૂનામાં વેદસંહિતાનું પારાયણ કરતાં કરતાં અગિયાર દિવસનું અનુષ્ઠાન કરે છે એમ ‘જ્ઞાનપ્રકાશ ’માં વાંચીને બાપુએ એ લોકોને લખ્યું કે : “ મારી સામે તમે એ કરતા હો તે તમે મને તો એ વિષે લખ્યું નથી. પણ મારી સામે ન હોય અને કેવળ ભૂતમાત્ર પ્રત્યેની કુરણાથી પ્રેરાઈને હિંદુ ધર્મની રક્ષા કરવા ખાતર એ કર્યું હોય તો તમારી તપશ્ચર્યાથી હિંદુ ધર્મનું શ્રેય થાઓ.” વલ્લભભાઈ આ ઉપર કહે : * બધા પેલા સેંકડો ખ્રિસ્તી અને મુસલમાન થયા ત્યારે આ અનુદાન કરનારા કયાં ગયા હતા ? બાપુનું ઉપવાસ ઉપરનું નિવેદન ઘડાયું. એના ઉપર ખૂબ ચર્ચા કરીને રાજગોપાલાચાર્યની સાથે બેસી આખું તપાસ્યું. એમાં એક ઠેકાણે બાપુએ મુંબઈમાં પૂનાકરારની ઉપર સહી કરનારાઓની સભા કરીને ઠરાવ કર્યો હતો તેનો ઉલ્લેખ હતો. એ હરાવ બિરલાના દફતરમાં હશે એમ બાપુને ખબર હતી. મને એમ હતું કે “ એપિક ફાસ્ટ’માંથી કાઢીશું. પણ રાજાજીએ કહ્યું કે : “* એ ઠરાવની નકલ કયાંય નથી, મદ્રાસમાં જ્યારે જ્યારે એ ઠરાવની અને મંદિર પ્રવેશની મે વાત કરી છે ત્યારે ત્યારે લાકાએ મને કહ્યું છે કે તું આ ઘરની વાત કરે છે. વાત સાચી છે કે એ હરાવ પૂરી કયાંય છાપાં માં આવ્યું નથી. એની નકલ મેં બિરલા પાસે અને જેસુખલાલ પાસે મંગાવી તે ન મળી અને આજે હવે એ મારે ઘડી કાઢી રહ્યો ! પણ એને માટે પણ બાપુએ પોતે જે કરાર પડ્યો હતા તેની નકલ જોઈ એ. એ નકલ હોય તો એના ઉપરથી મેં એ ઘડો હતો એટલે એની એ જ ભાષા હું ઉતારી શકીશ.' ' મેં કહ્યું : ** તાપણુ એ અવતરણ ચિહ્નમાં મૂકી શકાય એવી ભાષા તે ન જ હોય ! એટલે આપણે લખવું કે આ મતલબનો ઠરાવ થયો હતો.” અમે એમ કર્યું. રાજાને થયું કે બધે તપાસ થઈ હતી પણ ‘ટાઈમ્સ'ની ફાઈલમાં તપાસ નહોતી થઈ. પણ તે વેળા તપાસ શી રીતે થાય ? એ સ્ટેટમેન્ટ ભાવાત્મક હરાવ સાથે છાપાંમાં ગયું. પછી રાજાએ સાંજે ‘ટાઈમ્સ’ની ફાઈલ જોઈ અને મૂળ ઠરાવ શોધી કાઢયો તો પોતે ઉપજાવેલી ભાષા લગભગ એને મળતી હતી ! તુરત જ એના તાર કરવામાં આવ્યા અને નિવેદનમાં ઠરાવની ચોક્કસ ભાષા આવી.