પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ખરા ગાંધી કોણ ? - 6 ઘણા લોકો તે કેવળ તમારા દેહાન્તના વિચારથી જ હેબતાઈ ગયા છે. તેમને તો માથે આભ તૂટી પડયા જેવું લાગે છે. હું કાંઈ એમ ગભરાઈ જનારામાંની નથી. જોકે, આપણું ગુમાનમાં આપણે જેમને વર્ણ બાહ્ય – અસ્પૃશ્ય કહીએ છીએ એવા હિંદુ સંપ્રદાયના દલિત, પીડિત, તિરસ્કૃત સંતાનો – બે-વારસ બનાવેલાં આપણાં જ ભાંડુઓ પ્રત્યે આચરી રહેલા આપણા જુગજૂના અન્યાયનો અંત લાવવા અને તેમની સેવા કરવા જીવવાના માર્ગે વધારે કઠણ અને વધારે સાહસવાળા છે; તે છોડીને તમે મરવાની માગ પસંદ કર્યો છે તેથી મને ભારે દુ:ખ થયું છે તે મારે કબૂલ કરવું જોઈએ. તમારા નિર્ણયની નીતિમત્તા વિષે અથવા તેની પાછળની લિસફી વિષે હું શ કા ઉઠાવતી નથી. તમે એક દિવસ મરવાના તા થા જ, આજે નહીં તે કાલે. કાઈક અકસ્માતથી અથવા કોઈક બીમારીથી કમને અને નીરસ રીતે મરવું, તેના કરતાં તો આવા ઉદાત્ત સિદ્ધાન્ત માટે જ્ઞાનપૂર્વક પ્રાણ સર્પણ કરવા એ હું વધારે સારું ગણું છું. મહાન ધર્મપ્રવર્તકે, સાધુસંતો, આદર્શ સેવીઓ, સુભા, સંગીતાચાર્યો, સંશોધક, વિજ્ઞાનાચાર્યો, એ બધાએ પોતાના આદર્શોને માટે પ્રાણ સમર્પણ કરેલા છે. તો તમારું મરણ પણ એ રીતે જ શું કામ ન હોય ? આ કાચનાં કંકણ જેવાં હાડકાં, કરચલીવાળી ચામડી, આ વાળનાં જાળાં- એ શું ગાંધી છે ? કે પેલો મહાત્મા, જેને સત્ય અને ઋતની ભવ્ય ઝાંખી થઈ છે, જગતને જેનું કાયમ સ્મરણ રહેવાનું છે, એ ગાંધી છે ? એટલે તમારા દેહાન્તના વિચારથી હું જરાય ગભરાતી નથી. , , . પણ . . . તમારામાં મેં હમેશાં અનુપમ સચ્ચાઈ, અગાધ ડહાપણુ અને સુંદર ભાવનાનાં દર્શન કર્યા છે. જ્યારે જગત થાગડથીગડ કામગીવાળા પાગલ ગણીને તમારી હાંસી કરતું હતું ત્યારે પણ તમારા ઉપરની મારી શ્રદ્ધા મેં જાહેર કરી છે. જ્યારે મારી પોતાની બુદ્ધિ અને વિવેક તમારા નિણા અને કાર્યક્રમો કબૂલ રાખતા નહોતા ત્યારે પણ એક ચિર સાથી પ્રત્યે મારી અડગ વફાદારી, પ્રેમ અને વિશ્વાસ મેં અખંડ રાખ્યાં છે. એ રીતે તમારી પાસે આવનારૂપે માગણી કરવાનો મારો હક છે. એ માગણી એ છે કે તમારા બલિદાનની ભવ્યતા સાથે કોઈ પણ રીતે ન સરખાવી શકાય એવા મુદ્દા ઉપર આવી મોટી કુરબાની તમે ન કરે. a “ એક બ્રિટિશ પ્રધાનની રાજદ્વારી યુતિને એક આગંતુક પ્રસંગ ગણવા જેટલી, સપ્રમાણતા, વાસ્તવિકતા અને પ્રસ્તુતતા પારખવાની તમારી વિશદ અને તીવ્ર બુદ્ધિ કયાં ગઈ? આ પ્રસંગ ભલે અગત્યના હોય, પણ તેનું મહત્ત્વ તત્કાળ પૂરતું જ છે. એની વેદી ઉપર તમારી જિંદગી જેવું મૂલ્યવાન