પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૮૮ વાઇસયને તાર આ નિવેદનમાંથી રાજાજીએ એક પૅરા કાઢી નંખાવ્યો. આ વસ્તુમાં બાપુને સિદ્ધાંત રહેલા હતા, પણ બાપુએ એ કાઢી નાખ્યો, એમ કહીને કે “ આ ઘડીએ તમને સમજાવવાનો વખત નથી, નહીં તો સમજાવી શકુ કે એ વાત તદ્દન સાચી છે, અને કહેવી જરૂરની છે - પણ ભલે નીકળે.” એ પેરેગ્રાફનો સાર આ રહ્યો : “ જ્યાં લોકોએ પોતાના સિદ્ધાંતને ઊંચા મૂકીને મત આપે એમ જણાતું હોય ત્યાં ઊડું' તપાસતાં જણાશે કે તેમના સિદ્ધાંત મંદિર પ્રવેશ વિરુદ્ધ નહોતા પણ મારી જિંદગી બચાવવાનો હતો. સિદ્ધાંત તે છે કે જેને માટે માણસ સવવ અને પ્રાણ ત્યાગવાને તૈયાર થાય. ભગવાન ક્વચિત જ માણસને એવી કસોટીએ ચડાવે છે. સાચી વાત એ છે કે અતશત એ એવી અદસ્ય અસર કરનારી શક્તિ છે કે જે કરાડે માણસાને અજાણી રીતે હલાવી મૂકે છે. આવા અનશનથી કાઈના ઉપર, ન ઈચ્છેલું પણ, દબાણ થતું હોય તો તે છેડી શકાય નહીં.” રાજાજીને આ ગૂઢ અસરની વાત ગમતી નડતી અને એ કારણે એ પૈરેગ્રાફ એમણે કઢાવ્યો. આજે ઉપવાસ છાડવા વિષેને અને સુખારાયનના બિલને મંજૂરી આપવા વિષેના વાઇસરૉયને તાર ગયા. વલ્લભભાઈ એ એ તાર ન મોકલવા વિરુદ્ધ ઠીક દલીલો કરી. મારા વિરોધને તે બાપુએ કાઢી જ નાખ્યા અને તાર મોકલ્યા. એમાંયે અહિટમેટમ (આખરી કહેણ) તો હતું જ. “ એમાં જે દલીલ છે તે કોઈ એ કરી નથી, અને એ મારે એની આગળ મૂકવી જ જોઈ એ” એમ બાપુએ જણાવ્યું. બાબુ ભગવાનદાસ, અને ઈન્દિરારમણ શાસ્ત્રી આજે ગયા. બંને કેવળ બાપુજી પ્રત્યેની તીવ્ર ભક્તિથી પ્રેરાઈને આવેલા હતા. રૂ ૨-૨ ૨–૩૨ ભગવાનદાસની ભક્તિની તો શી વાત કરવી? દરરોજ ફળ લાવે, બાપુને ચરણે ધરે, સાષ્ટાંગ પ્રણિપાત કરી ચરણસ્પર્શ કરવા પ્રયત્ન કરે અને બાપુ ન કરવા દે. ગયા તે સમયે ગળગળા થઈ ગયા : ** આપકી આજ્ઞા હો તો ઠહર જાઊ !' ઈન્દિરારમણ માટે દર્શનશાસ્ત્રી છે. પણ એ બિચારો શૂન્ય હોય એવી રીતે જ વર્તે. બાપુએ એનો પરિચય માગ્યો ત્યારે એક કાગળ લખીને આપી ગયા. એ બિહારની નમ્રતાની મૂતિ. આ લોકોની આગળ રાજાજીની ભક્તિ એ જુદા જ પ્રકારની ! ચિંતામણરાવ વૈદ્યને રાજાજી મદ્રાસ પ્રાંતમાં લઈ જવા માગતા હતા. વૈદ્ય ડેાસા કહે : “ના રે ભાઈ, ત્યાં મદ્રાસના પંડિત શાસ્ત્રીઓનો મુકાબલે મારાથી ન થાય. એ લોકેાનાં અજબ ભેજાં! જુઓની આ