પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અસહકાર છતાં વિનતીઓ શી ? ૩૮૯ રાજગોપાલાચાર્ય, એને લીલમાં કાઈ પહોંચી શકે એમ છે ? ગઈ કાલે એમણે ભાષણ આપ્યું તેમાં એક પછી એક આંકડા સજજડ ગાવેલા. એક અતૂટ સાંકળ એણે ગોઠવી દીધી. એ દલીલને કાણું જવાબ આપી શકે ?” - આ રાજગોપાલાચાર્ય અનશન વગેરે વિષે બાપુ સાથે લડેઝઘડે અને આખરે બુદ્ધિથી નહીં પણ હૃદયથી બાપુની વાત સ્વીકારીને જાય અને તેને માટે પોતાની અકાટચ દલીલો રજૂ કરે! રામાનુજમ ગણિતશાસ્ત્રીને પ્રસિદ્ધિ આપવામાં એમને ફાળેા હતો એમ મેં સાંભળ્યું ત્યારે મેં એમને પૂછયું : “ તમારા ઐચ્છિક વિષય કર્યો હતા, ગણિત ? ” , e રાજા કહે : “ ના ભાઈ, ભાતિક વિજ્ઞાન હતા. પણ મારો ઐચ્છિક વિષ્ણુ કાંઈ નડતો એમ કહો ને ! મારો ઐચ્છિક વિષય મારી ઈચ્છાને પરવશ કરીને ચાલવાનો હતો !” બાપુની સાથે આજે પણ ફરી ફરીને દલીલ કરતા હતા કે ઉપવાસનો વિચાર છાડે. વચન માગતા હતા કે હવે લાંબા કાળ સુધી ઉપવાસ ન કરો. બાપુ હસતાં હસતાં કહે : “ ત્રણ વર્ષ સુધી ન કરું તો ! ” પણ બાપુ બધું ગમતમાં ઉડાવતા હતા, અને રાજા અને વસવસો રહ્યાં જ કરતા હતા. વાઈસરોયના તારમાં એટલે છેક છેલ્લા લખાણમાં પણ એ વાત પાછી આવીને ઊભી હતી ! ordi vai 33: "Tell Bapu we will take no notice of his fast. if he does so again withont consulting us.” “ બાપુને કહો કે હવે અમને પૂછયા વિના ઉપવાસ કરશે તો અમે એની નોટિસ લેવાના નથી.” પછી બાપુને કહે: * બાએ મારી આગળ એક ફરિયાદ તમારી સામે કરી છે. બા મને હંમેશાં પૂછે છે કે “ આપણે અસહકાર કરીએ છતાં આ વાઈસૉયને તાર શા અને બિલ મંજૂર કરવાની વિનંતી કરનારા ઠરાવ શા ? ' ' બાપુ કહે : “તમને જ એ ખટકે છે એમ કહાની! બિચારી બા ઉપર શા સારુ એાઢાડે છે ?” e બા સામે જ બેઠાં હતાં. રાજાજીએ બાની પાસે સાક્ષી પુરાવી. બા તુરત કહું: “ હા; એવું આપણાથી કેમ થાય ?” રાજાજી કહે : “ઘણા પૂછે છે. બાપુએ બાને સમજાવ્યું : “ અસહકાર કર્યો એટલે આપણે આપણા પગ કાપવા? બિહારમાં એક માણસ ચરખા-સંધને ઠગતા હતા તેને વિષે મેં જ કહ્યું કે એની સામે ફરિયાદ કરા! અસહકારને એવો અર્થ જ નથી. રેડિંગની પાસે પણ ગયા હતા ના?”