પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૦ કેસ માટે જણાતાં જ છોડી દઉ” પછી રાજાજીને કહે “ તમારે વિલિંગ્ડનને તાર કરો કે આ કૃત્રિમ ચળવળની તમારી ઉપર રખેને અસર થાય એટલે મારે તમને સમજાવવા આવવું છે, અને એને મળવાની માગણી કરી લેજે !” - રાજાજી કહે: “ બાપુએ આડકતરી સૂચના તો કરી છે જ કે મારે એને મળવું.” આ રાજજી ! અનશનનો સખત વિરોધ કરતાં છતાં, એ જ અનશનની ભવ્યતા અને અદસ્ય અસાધારણ પરિણામે ઉપર એ ભાષણ આપી શકે ! એમનામાં ગમે તે કેસ લઈને તેનો બચાવ કરવાની વકીલની અસલ વૃત્તિ હજી ઊભી છે એમ ધણી વાર થાય છે. બાપુએ આજે જ કાંઈ વાત કરતાં કહ્યું : “ મારાથી દલીલની ખાતર દલીલ કરાય જ નહીં. મને તો મારા કેસ ખાટા લાગે તો હું જજને કહી દઉં. અને મેં એમ કેટલીક વાર કેસ છોડવ્યા છે અને અસીલને રાવરાવ્યા છે !' - તત્ત્વનિકા કરતાં વ્યક્તિનિછાનું રાજાજીમાં વિશેષ પ્રાબલ્ય હશે ? વ્યક્તિનિષ્ઠા અને તત્ત્વનિષ્ઠાને છૂટા પાડનારી રેખા એટલી બધી ઝાંખી છે કે ઘણી વાર બંને એકબીજામાં ભળી જાય છે. ' ' કી પ્રેસે’ ગઈ કાલે ‘ ડેલી હેરડ નું ગપ્પષ્ટક મેટાં મથાળાંથી છાપ્યું હતું કે ગાંધીજીને પડેલીએ છેડશે. બાપુએ કહેલું : ** * *ી પ્રેસ ’માં છે માટે જે કાંઈ એવા ગપાટો આવે એથી ઊલટું માનવું.” પણ એના કરતાં પણ આજે એ છાપું આગળ ગયું અને બીજા વધારે ગપાછુક છાપ્યાં છે. a આજે સવારે આંટા મારતાં ગઈ કાલે છાપામાં આવેલી ખબરની ચર્ચા ચાલી. બાપુ કહે : “ એ લેકને છાડવું ——'રૂ ૨ પાલવે જ નહીં. કેવી રીતે છોડે ? હું સેક્રેટરી ઑફ સ્ટેટ હાઉં તો હું પણ એમ જ કરું. સંભવ છે કે સમૃ-પોલાકને મને મળવાની રજા આપી હોય. પણ એ લોકો મને સમજાવી શકશે એવી ખાટી આશા એમણે કે સરકારે ન જ રાખી હોય. અને સેમ્યુઅલ હાર બરાબર પ્રામાણિકપણે માને છે કે આપણું લકર હડી જાય તો હિ દુસ્તાનમાં અંધાધૂંધી થાય, આપણું નામ ખરાબ થાય, વગેરે.” e મેં કહ્યું : “ એ તો ઠીક, પણ એ લોકો તો નિઃસ્વાર્થતાનો દાવો કરે છે તેનું શું ? આપણું ભલું કરવાને જ આવેલા છે એમ કહે છે ! બાપુ : “ આપણા સનાતનીઓ શું કહે છે? કાલે દેશમુખે વારકરી સંપ્રદાયને ઉદ્દેશીને લખેલી પત્રિકા તમે જ વાંચી સંભળાવી. એમાં એ નિશ્ચિત પેટે કહે છે કે અસ્પૃશ્યને શું દુ:ખ છે ? એને ખાવાપીવાનું, પહેરવાનું