પૃષ્ઠ:Mahadevbhaini Diary - Part 2.pdf/૩૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

કેઈપણ સંજોગોમાં ધમ ન છોડાય ૩૯૧ મળે છે, એ સમાજનું એક અંગ છે અને એ અંગ તરીકે કામ આપે છે. અમે અમારું કર્તવ્ય એના તરફ બજાવીએ છીએ. અમને નવું કર્તવ્ય બતાવવા આવનાર કોણ ? એવી જ રીતે આ લોકો પણ માને છે કે અમે હિંદુસ્તાનનું ભલું કરીએ છીએ. પણ એ લોકોના શું કરવા વિચાર કરો ? એઝ લે. ઍઝ ઊડે ઊડે નથી માનતો એમ નથી કે બ્રિટિશ રાજ્યે આ દેશનું કાંઈક ભલું કર્યું છે. પોલાકના કરતાં વધારે પ્રામાણિક અ ગ્રેજ તમને કયાં મળશે ? તમે એના ખૂબ સમાગમમાં આવ્યા છે. એ માણસ તો ચોકકસ માને છે કે બ્રિટિશે આ દેશનું ભલું કર્યું છે. પછી બીજા માને એમાં શી નવાઈ ? એ તો ખ્રિસ્તી મિશનરીની વૃત્તિ છે. એ લોકો ન છોડે એ બરાબર સમજાય એવી વાત છે. કેંગ્રેસની સાથે સમાધાન થાય તો છાડે, એને સમાધાન કરવું નથી. શા સારુ છોડે ? કાલે મે ઝીણાભાઈ જોષીને સાફ સંભળાવી દીધું. જે થાકયા હોય તે નીકળી જાય, એાછામાં ઓછા માસે જેલમાં રહેશે અને આવશે એમાં જ આપણું શ્રેય છે. સંભવ છે કે આખા દેશ આપણને ભૂલી જાય. એ તો વધાવી લેવા જેવી વાત થઈ. જુઓની પેલે શંકરાચાર્ય કહે છે ને કે આ લોકોએ હિંદુ ધર્મમાંથી નીકળી જવું જોઈએ ? ભલેને બધા હિંદુઓ આપણે ત્યાગ કરે ! ભગવાન તો ત્યાગ નથી કરવાનો ને ! આજે મોતીબાબુને મેં સંભળાવ્યું, ‘તમે ઈશ્વર ઉપર ભરોસાની વાત કરી છે અને ડર્યા કરી છે. તે શું કામ આવે ?” હિંદુ ધર્મમાં ફૂટ પડશે એ એને બીક છે. કૂટ પડવાની હોય તો પડે. આપણી ફટ પાડવાની થોડી જ ઈચ્છા છે ? અને અમુક થઈ જશે એ ખાતર આપણે ધર્મનો ત્યાગ કેમ કરી શકીએ ? ધર્મના ધુરંધર થઈ બેઠેલાઓએ આજે ગુડાબાજીનો ધર્મ કરી મૂકયો છે. એ કેમ સહન કરી શકાય ? ” આપણાં માણસે વિષે વાત કરતાં કહે : “ મને તો દરબારની વાત ગમી. એણે નિશ્ચય કરી લીધા છે કે આપણે લડતમાં પડવું છે, એટલે એ મને શી રીતે મળવા આવી શકે ? . . .એ પણ નિશ્ચય કરી લીધેલું કે મારે અસ્પૃશ્યતાનું જ કામ કરવું છે. એ પણ સીધી વાત છે. એ બંને વસ્તુમાં પ્રામાણિકતા રહેલી છે. પણ દહીંમાં અને દૂધમાં પગ રાખવાની વાત કરે છે એ ખોટું છે.” - આજે બેસતા વર્ષ નિમિતે સરોજિની દેવીએ વલભભાઈ માટે મિષ્ટાન્ન મેકહ્યું અને બાપુ માટે નીચેનો સંદેશો મોકલ્યો : & અમારા સૌના તરફથી કાંતનારા નાનકડા યાગીને, એવી પ્રાર્થના સાથે કે એને હાથે શાંતિ અને મુક્તિને માટે સાચા, મજબૂત અને સુંદર ભાવિના તાર કંતાય.”